Gandhinagar News: ધો.10-12 બોર્ડની પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે સરકારે કરી મહત્વની જાહેરાત

ADVERTISEMENT

GSEB Supplementary Exam
GSEB Supplementary Exam
social share
google news

GSEB Supplementary Exam: તાજેતરમાં જ ગુજરાત બોર્ડનું ધો.10 અને ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું. જોકે આ વર્ષે પણ કેટલાક વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં એક કે વધુ વિષયોમાં નાપાસ થયા હતા. ત્યારે આવા વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે ગુજરાત બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ વિધાર્થીઓના હિતમાં સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જુન જુલાઈ-2024 માં લેવાનાર ધો-10 અને ધો-12 ની બોર્ડની પુરક પરીક્ષા અનુસંધાને ટોલ ફ્રી હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે.

પુરક પરીક્ષા માટે બોર્ડે શરૂ કર્યો હેલ્પલાઈન નંબર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 24 જુનથી શરૂ થતી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પુરક પરીક્ષા માટે વિદ્યાર્થી, વાલી તેમજ શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન તા.21/06/2024 થી તા.04/07/2024 દરમ્યાન કાર્યરત રહેશે. આ હેલ્પલાઈનમાં એક્ષ્પર્ટ કાઉન્સેલર તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આથી રાજ્યના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને હેલ્પલાઈનનો લાભ મળશે.

  • ટોલ ફ્રી હેલ્પલાઈન નં - 1800 233 5500 છે
  • હેલ્પલાઇનનો સમય સવારે 11:00 થી સાંજે 05:00 નો છે

પૂરક પરીક્ષા ક્યારથી યોજાશે?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યાદી જાહેર કરીને પૂરક પરીક્ષા અંગે જાણકારી આપવામાં આવી છે. જે મુજબ, ધો.10 બોર્ડ તથા ધો.12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ તથા સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમા માટેની પૂરક પરીક્ષા આગામી 24મી જૂનથી યોજાશે. આ માટે પરીક્ષાનું વિગતવાર ટાઈમટેબલ પણ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

બોર્ડની વેબસાઈટ પર મૂકાશે માહિતી

આ વર્ષે ધો.10 બોર્ડમાં 6,99,598 નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,77,556 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 1,22,042 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. પૂરક પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પૂરક પરીક્ષાનો કાર્યક્રમ, રિસીપ્ટ અને પેપરનો સમય સહિતની વિગતો બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે.
 

    follow whatsapp

    ADVERTISEMENT