Nursing Admission: નર્સિંગ, ફિઝિયો સહિત પેરા મેડિકલ કોર્સમાં માટે આ તારીખથી શરૂ થશે રજિસ્ટ્રેશન પ્રક્રિયા
Nursing Course Admission: નર્સિંગ અને ફિઝિયો થેરાપી સહિતના પેરા મેડિકલના કોર્સમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મોટી ખબર સામે આવી છે. નર્સિંગ અને ફિઝિયો થેરાપી સહિતા કોર્સમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કાર્યક્રમની જાહેરાત કરાઈ છે.
ADVERTISEMENT
Nursing Course Admission: નર્સિંગ અને ફિઝિયો થેરાપી સહિતના પેરા મેડિકલના કોર્સમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મોટી ખબર સામે આવી છે. નર્સિંગ અને ફિઝિયો થેરાપી સહિતા કોર્સમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. જે મુજબ 4 થી 15 જુલાઈ સુધીમાં ઓનલાઈન પીન ખરીદીને રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ તારીખ સુધીમાં થશે?
જ્યારે 5થી 16 જુલાઈ દરમિયાન હેલ્પ સેન્ટર ખાતે અરજી કરી શકાશે. ઉપરાંત ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટેની પ્રક્રિયા કરવામાં આવશે. રાજ્યભરમાં BSc નર્સિંગની 400 તથા સેલ્ફ ફાઈનાન્સની 14,115 જેટલી બેઠકો છે. તો GNMની 915 સરકારી અને સેલ્ફ ફાઈનાન્સની 18380 જેટલી બેઠકો છે.
કયા કોર્સમાં કેટલી સીટ?
તો ANMની સરકારી 650 અને સેલ્ફ ફાઈનાન્સની 10190 જેટલી બેઠકો છે. આવી જ રીતે બીપીટીની 380 સરકારી અને સેલ્ફ ફાઈનાન્સની 4555 બેઠકો, BPOની 10, BOTની 10 સરકારી બેઠકો, BOની 310 સેલ્ફ ફાઈનાન્સ, BNYSની 30 અને BASLPની 50 સેલ્ફ ફાઈનાન્સની બેઠકો છે. જેના પર આ એડમિશન માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT