ખેડૂતો માટે આજથી i-Khedut પોર્ટલ ખુલ્યું, સરકારી યોજનાની સહાય માટે ફટાફટ આ રીતે કરો અરજી
Gujarat Farmers News: ગુજરાત સરકારનું કૃષિ વિભાગ ખેડૂતોના હિતમાં અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓનો ખેડૂતો ઓનલાઈન અરજી કરીને ઘરે બેઠા લાભ મેળવી શકે તે માટે સરકારે i-Khedut પોર્ટલ વિકસાવ્યું છે.
ADVERTISEMENT
Gujarat Farmers News: ગુજરાત સરકારનું કૃષિ વિભાગ ખેડૂતોના હિતમાં અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓનો ખેડૂતો ઓનલાઈન અરજી કરીને ઘરે બેઠા લાભ મેળવી શકે તે માટે સરકારે i-Khedut પોર્ટલ વિકસાવ્યું છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો માટેનું i-Khedut પોર્ટલ આજથી એટલે કે 18મી જૂનથી સાત દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પોર્ટલ પરથી ખેડૂતો સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર, પાણીના ટાંકાના બાંધકામ સહિતના કામો માયે વિવિધ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરી શકશે.
i-Khedut પોર્ટલ પર કઈ કઈ માહિતી મળશે
- વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી
- યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી
- લાભાર્થીઓની યાદી
- ડિલર પાસે ઉપલબ્ધ કૃષિ વિષયક સાધન સામગ્રીની વિગતો
- કૃષિ ધિરાણ આપનાર બેંક/સંસ્થાની માહિતી
- અદ્યતન કૃષિ અને સંલ્ગન વિષયક તાંત્રિક માહિતી
- કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ,સીના બજાર ભાવ
- ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ
- ખેતીની જમીન ખાતાની વિગતો
- હવામાનની માહિતી
અરજી કરવા માટે કયા-કયા પુરાવાની જરૂર પડશે?
સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજી માટે ખેડૂતોએ 7/12, 8અ ઉતારા, બેંક પાસબુક અને આધારકાર્ડ પુરાવા તરીકે આપવાનું રહેશે.
કેવી રીતે કરશો અરજી?
- સરકારી યોજનાના લાભ લેવા માટે સૌથી પહેલા https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ.
- આ બાદ તમને યોજનાઓનું લિસ્ટ જોવા મળશે, તેમાંથી ખેતીવાડીની યોજનાઓ પસંદ કરો.
- તેમાંથી જે સહાય યોજના માટે અરજી કરવાની હોય તે પસંદ કરો અને અરજી બટન પર ક્લિક કરો.
- જો i-Khedut પોર્ટલ પર અગાઉ રજીસ્ટ્રેશન કર્યું હોય તો લોગઈન કરો, નહીંતર પહેલા રજીસ્ટ્રેશન કરો.
- રજીસ્ટ્રેશન ફોર્મમાં અરજદારની વિગતો, જમીનની વિગતો સહિતની માહિતી ભરો.
- છેલ્લે અરજી ફોર્મને સબમિટ કરીને અરજી નંબર સેવ કરી લો.
- તેની પ્રિન્ટઆઉટ કાઢીને ખેડૂતે અરજી ફોર્મ પર સહિ કે અંગૂઠો લગાવવાનો અને સંબંધિત ખાતાની કચેરીમાં તે રજૂ કરવાનું રહેશે.
- અરજી કર્યા બાદ ખેડૂતો તેનું સ્ટેટસ ઓનલાઈન જોઈ શકશે.
ADVERTISEMENT
ADVERTISEMENT