GPSC Mains Exam: DySO ની મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, હાઇકોર્ટમાં કેસ પેન્ડિંગ...GPSC નું શેડ્યૂલ યથાવત!

ADVERTISEMENT

GPSC Mains Exam
GPSC Mains Exam
social share
google news

GPSC DySO Mains Exam: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર વર્ગ -3 પ્રિલિમ્સ 2023 નું પરિણામ 18/03/2024 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતુ. જેની પ્રથમિક કસોટી GPSC દ્વારા 15/10/2023 ના રોજ લેવામાં આવી હતી. એવામાં GPSC દ્વારા DySO ની મુખ્ય પરીક્ષાનો (DySO Mains Exam) કાર્યક્રમ અગાઉ જાહેર કરવામાં આવ્યો હતો તે જ યથવાત રહેશે. જાહેરાત ક્રમાંક 42/2023-24 DySO પોસ્ટ માટેની મુખ્ય પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવશે. 

GPSC પોતાના કાર્યક્રમ અનુસાર જ આગળ વધશે

જોકે, મુખ્ય વાત એવી છે કે પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયા બાદ પણ તેમાં કેટલાક પ્રશ્નમાં સુધારા હતા જેના કારણે કેટલાક ઉમેદવારોએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હાલ આ મામલો હાઇકોર્ટમાં છે પરંતુ મીડિયાના સૂત્રો પરથી મળતી જાણકારી અનુસાર, હાઇકોર્ટનો હજુ સુધી કોઈ ઑફિશિયલ આદેશ નથી આવ્યો, જેના કારણે બોર્ડ તેના જાહેર કરેલ કાર્યક્રમ પ્રમાણે જ આગળ વધશે. જોવાનું રહ્યું કે, આગામી સુનાવણીમાં હાઇકોર્ટ શું કોઈ ચુકાદો આપે છે કે પછી જાહેર થયેલા કાર્યક્રમ પ્રમાણે જ પરીક્ષા લેવામાં આવશે?

127 પોસ્ટ માટે યોજાશે મુખ્ય પરીક્ષા

નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-3 ની જગ્યાઓ પર ભરતી કરવા માટે આયોગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક : 42/2023-24 માટે તા.15/10/2023 ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીનું પરિણામ તા.18/03/2024 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમાં કુલ-3342 ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પાસ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ઉમેદવારો ખુશ! પ્રિલિમ પરીક્ષાનું પેપર ગત વર્ષ કરતાં સરળ, જાણો કટ ઓફ કેટલું રહેશે

મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ 

  • 23 જુલાઈ : ગુજરાતી ભાષા 
  • 24 જુલાઈ : અંગ્રેજી ભાષા 
  • 25 જુલાઈ : સામાન્ય અભ્યાસ - 1
  • 26 જુલાઈ : સામાન્ય અભ્યાસ - 2
     

    follow whatsapp

    ADVERTISEMENT