IND vs ENG: સેમીફાઈનલમાં વરસાદ આવ્યો તો ભારતીય ટીમ બહાર થશે? શું છે રિઝર્વ-ડેનો નિયમ, જાણો

Gujarat Tak

26 Jun 2024 (अपडेटेड: Jun 26 2024 2:41 PM)

India Final Scenario in T20 World Cup 2024: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024માં ધૂમ મચાવી દીધી છે. ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. ટીમે ગ્રૂપ સ્ટેજમાં અને પછી સુપર-8માં તેની તમામ મેચો જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

રોહિત શર્મા અને જોશ બટલરની તસવીર

IND vs ENG Match

follow google news

India Final Scenario in T20 World Cup 2024: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024માં ધૂમ મચાવી દીધી છે. ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. ટીમે ગ્રૂપ સ્ટેજમાં અને પછી સુપર-8માં તેની તમામ મેચો જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

આ પણ વાંચો

ભારતીય ટીમ માટે સૌથી સારી વાત એ છે કે તેણે સુપર-8ના તેના ગ્રુપ-1માં ટોચ પર રહીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે ભારતીય ટીમની સેમિફાઇનલ મેચ 27 જૂને ઇંગ્લેન્ડ સામે થશે. આ મેચ ગયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાશે.

શું ભારતની સેમિફાઇનલમાં રિઝર્વ ડે હશે?

પરંતુ ચાહકો માટે ખરાબ સમાચાર એ છે કે આ મેચ પર વરસાદનો ખતરો છે. જો વરસાદ પડે અને સેમી ફાઈનલ મેચ ધોવાઈ જાય તો? શું આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે? જો મેચ રદ થશે તો શું ભારતીય ટીમ બહાર થઈ જશે? ચાલો જાણીએ આ બધા સવાલોના જવાબ...

તમને જણાવી દઈએ કે આ વર્લ્ડ કપમાં એક સસ્પેન્સ છે. એટલે કે બીજી સેમીફાઈનલ માટે આઈસીસીએ કોઈ રિઝર્વ ડે રાખ્યો નથી. જ્યારે પ્રથમ સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો બીજી સેમીફાઈનલમાં વરસાદ પડે તો તે મેચ માટે રિઝર્વ ડેને બદલે 4 કલાક 10 મિનિટનો વધારાનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેથી મેચ તે જ દિવસે સમાપ્ત થઈ શકે.

જો મેચ રદ કરવી પડશે તો પરિણામ શું આવશે?

27 જૂને મેચના દિવસે ગયાનામાં વરસાદની વધુ સંભાવના છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમની સેમીફાઇનલ મેચ વરસાદના કારણે ધોવાઇ શકે છે. આવી સ્થિતિમાં, પહેલા પ્રયાસ થશે કે મેચ 4 કલાક 10 મિનિટના વધારાના સમયમાં પૂર્ણ કરવામાં આવે. જો આમ નહીં થાય તો તેના ગ્રુપ સ્ટેજમાં ટોપ પર રહેલી ટીમને ફાયદો થશે અને તે સીધા ફાઇનલમાં પ્રવેશ કરશે.

એટલે કે માત્ર ભારતને જ ફાયદો થશે. ભારતીય ટીમે સુપર-8ના તેના ગ્રુપ-1માં ટોચ પર રહીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવી સ્થિતિમાં જો મેચ રદ્દ થશે તો ટીમ ઈન્ડિયાની ફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત થઈ જશે. જ્યારે ગ્રુપ-2માં બીજા સ્થાને રહેલી ઈંગ્લેન્ડની ટીમ બહાર થઈ જશે.

T20 વર્લ્ડ કપમાં ભારત-ઈંગ્લેન્ડની ટીમ

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને મોહમ્મદ સિરાજ.

ઈંગ્લેન્ડની ટીમઃ જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, જોફ્રા આર્ચર, જોની બેરસ્ટો, હેરી બ્રુક, સેમ કરન, બેન ડકેટ, ટોમ હાર્ટલી, વિલ જેક્સ, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, રીસ ટોપલી અને માર્ક વુડ .

    follow whatsapp