Rahul Dravids Farewell Speech In Dressing Room : રાહુલ દ્રવિડ T20 વર્લ્ડ કપ 2024 સુધી ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રહ્યા. ટૂર્નામેન્ટ સમાપ્ત થતાની સાથે જ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો. હવે ટીમ ઈન્ડિયાને નવો હેડ મળશે. ટીમ ઈન્ડિયા સાથે દ્રવિડની સફર એક વિજેતા કોચ તરીકે પૂરી થઈ. ટીમને અલવિદા કહેતા પહેલા દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં અંતિમ ભાષણ આપ્યું હતું. તો ચાલો જાણીએ કે દ્રવિડે તેના છેલ્લા ભાષણમાં શું કહ્યું હતું.
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બન્યા બાદ રાહુલ દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં કહ્યું કે, 'મને આ શાનદાર યાદનો ભાગ બનાવવા માટે આપ સૌનો આભાર. આ સૌ આ મોમેન્ટ યાદ રાખશો. આ રન કે વિકેટની વાત નથી. તમે તમારું કરિયર યાદ નહીં રાખો, પરંતુ આ રીતની મોમેન્ટ યાદ રાખશો. હું આપ સૌ પર આનાથી વધુ ગર્વ ન કરી શકું. જે રીતે તમે પરત આવ્યા, જે રીતે તમે લડાઈ લડી, જે રીતે આપણે એક ટીમ તરીકે કામ કર્યું. કોઈ નિરાશા હાથ ન લાગી, જ્યાં આપણે નજીક આવ્યા પરંતુ લાઈન ક્રોસ ન કરી શક્યા.' નીચેના વીડિયોમાં જુઓ તેમની આખી સ્પીચ...
ADVERTISEMENT