China badminton player died : બેડમિન્ટનની દુનિયામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ચીનના બેડમિન્ટન ખેલાડીનું 17 વર્ષની વયે અવસાન થયું. આ ખેલાડીના મોત બાદ ખેલ જગતમાં મૌન છે. દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓ આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ADVERTISEMENT
17 વર્ષીય ચાઇનીઝ બેડમિન્ટન ખેલાડી ઝાંગ ઝીજીનું કોર્ટ પર ઢળી પડ્યો અને પછી કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું. આ ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી. ઝાંગ ઝીજીએ કિન્ડરગાર્ટનમાં બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું અને ગયા વર્ષે ચીનની રાષ્ટ્રીય યુવા ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ઈન્ડોનેશિયા (જકાર્તા)માં એક ટુર્નામેન્ટ દરમિયાન એક ચીની બેડમિન્ટન ખેલાડી પહેલા કોર્ટ પર બેહોશ થઈ ગયો અને પછી કાર્ડિયાક અરેસ્ટથી તેનું મૃત્યુ થયું. જકાર્તાના યોગાકાર્તામાં એશિયા જુનિયર ચેમ્પિયનશિપમાં રવિવારે મોડી રાત્રે જાપાનના કાઝુમા કાવાનો સામેની મેચ દરમિયાન ઝાંગ ઝીજી અચાનક બીમાર થઈ ગયો અને ઢળી પડ્યો.
આ પછી યુવા ખેલાડીને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. ત્યારપછી તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેને હોશમાં લાવવાના પ્રયાસો નિષ્ફળ જતાં તે જ રાત્રે તેનું મૃત્યુ થયું હતું.
આ ખેલાડીના નિધન બાદ ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે, તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે. સિંધુએ લખ્યું હતું આ દુઃખદ સમયે હું ઝાંગના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આજે દુનિયાએ એક અસાધારણ પ્રતિભા ગુમાવી છે.
ADVERTISEMENT