ઈયરફોન વાપરતા લોકો માટે ચોંકાવનારા સમાચાર, આ ભૂલ કરશો તો થશો બહેરા!

Gujarat Tak

02 Jul 2024 (अपडेटेड: Jul 2 2024 3:18 PM)

ગીતો સાંભળવાથી માંડીને મૂવી, વીડિયો જોવા, વાત કરવા કે ઓફિસની મીટીંગમાં હાજરી આપવા માટે ઈયરફોનનો ઉપયોગ ખૂબ જ સામાન્ય છે અને તે જરૂરી પણ છે. આ તમારી આસપાસના લોકોને પરેશાન કરતું નથી, પરંતુ જો તમે હંમેશા તમારા કાનમાં સતત ઇયરફોન રાખો છો, તો તેનાથી ઘણા પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ જોવા મળી શકે છે.

Earphone Side Effects

ઈયરફોન સાઈડ ઇફેક્ટ્સ

follow google news

Earphone Side Effects : ગીતો સાંભળવાથી માંડીને મૂવી, વીડિયો જોવા, વાત કરવા કે ઓફિસની મીટીંગમાં હાજરી આપવા માટે ઈયરફોનનો ઉપયોગ ખૂબ જ સામાન્ય છે અને તે જરૂરી પણ છે. આ તમારી આસપાસના લોકોને પરેશાન કરતું નથી, પરંતુ જો તમે હંમેશા તમારા કાનમાં સતત ઇયરફોન રાખો છો, તો તેનાથી ઘણા પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ જોવા મળી શકે છે.

આ પણ વાંચો

બહેરાશ આવી શકે છે

ઈયરફોન દ્વારા મોટા અવાજે ગીતો સાંભળવાથી કે વીડિયો જોવાથી થતા વાઈબ્રેશનથી કાનની નસો પર દબાણ આવે છે. જેના કારણે આ નસો ફૂલી શકે છે. ધીમે-ધીમે સાંભળવાની ક્ષમતા ઓછી થવા લાગે છે અને સમયસર તેના પર ધ્યાન ન આપવાથી વ્યક્તિ બહેરા પણ થઈ શકે છે.

બહેરાશના લક્ષણો

  • કાનમાં સીટીનો અવાજ સંભળાવો.
  • ઓછું સંભળાવું
  • ચક્કર આવવા, ઉંઘ ન આવવી, માથાનો દુખાવો તેમજ કાનમાં દુખાવો
  • ચીડિયાપણું, ચિંતા અને બ્લડ પ્રેશરમાં વધારો

ઇયરફોનના વધુ પડતા ઉપયોગના અન્ય જોખમો

1. કાનમાં ઇન્ફેક્શન

ઇયરફોન સતત પહેરવાથી કાનમાં મેલ જમા થાય છે. જે કાનમાં ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. જો કે, અન્ય કોઈના ઈયરફોનનો ઉપયોગ કરવાથી પણ આ ચેપનું જોખમ વધી શકે છે.

2. માથાનો દુખાવો

હેડફોન કે ઈયરફોનમાંથી નીકળતી ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગોની પણ મગજ પર ખરાબ અસર પડે છે. જેના કારણે વ્યક્તિ માથાનો દુખાવો અને ક્યારેક માઈગ્રેનનો શિકાર બની શકે છે. તેની અન્ય આડઅસરોમાં ઊંઘનો અભાવ પણ સામેલ છે.

3. હૃદય રોગનું જોખમ

હેલ્થ એક્સપર્ટના મતે સવારથી રાત સુધી ઈયરફોનનો ઉપયોગ કરવાથી માત્ર તમારા કાન પર જ નહીં પરંતુ તમારા હૃદયને પણ અસર થાય છે. આના કારણે હૃદયના ધબકારા હંમેશા વધારે રહે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી.

4. બિનજરૂરી તણાવ

હેડફોનના સતત ઉપયોગને કારણે લોકોમાં તણાવ અને ચીડિયાપણું જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે. જો સમયસર તાણને કાબૂમાં રાખવા પર ધ્યાન આપવામાં ન આવે તો તેના કારણે શારીરિક સ્વાસ્થ્ય પણ ખરાબ થવા લાગે છે.

નુકશાન ટાળવા શું કરવું?

  • ઇયરફોનનું વોલ્યુમ ઓછું રાખો.
  • લાંબા સમય સુધી ઉપયોગ કરશો નહીં.
  • તમારા ઈયરફોન કોઈને ન આપો
  • કોઈ બીજાના ઈયરફોનનો ઉપયોગ ન કરો. જેનાથી ચેપ ન લાગે.
  • હંમેશા સારી ગુણવત્તાના ઈયરફોનનો ઉપયોગ કરો.
  • કાનની સાથે સાથે સમયાંતરે ઈયરફોનને પણ સાફ કરવા જરૂરી છે.
  • સૂતી વખતે ઈયરફોનનો ઉપયોગ કરવાનું ટાળો.
  • બ્લૂટૂથને ચાર્જ કરતી વખતે તેનો બિલકુલ ઉપયોગ કરશો નહીં.

નોંધ : લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ.

    follow whatsapp