'અમે ગુજરાતમાં તમને હરાવીશું લખીને લઈ લો' રાહુલ ગાંધીનું સંસદમાં મોટું નિવેદન, ભાજપમાં સનાટો!

Gujarat Tak

• 03:31 PM • 01 Jul 2024

સંસદ સત્ર દરમિયાન સોમવાર એટલે કે આજનો દિવસ હોબાળોથી ભરેલો રહ્યો હતો. બપોરે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બોલવાનું શરૂ કરતાની સાથે જ હંગામો શરૂ

Parliament Session

Parliament Session

follow google news

Parliament Session 2024: સંસદ સત્ર દરમિયાન સોમવાર એટલે કે આજનો દિવસ હોબાળોથી ભરેલો રહ્યો હતો. બપોરે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બોલવાનું શરૂ કરતાની સાથે જ હંગામો શરૂ થઈ ગયો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ ગુજરાતને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે ગૃહમાં ચર્ચા દરમિયાન કહ્યું કે,  મેં ગુજરાતમાં કાપડના વેપારીઓ સાથે વાત કરી ત્યાર તેમણે મને જણાવ્યું કે નોટબંધી અને GST અબજોપતિઓની મદદ માટે લાવવામાં આવ્યા હતા. PM મોદી અબજોપતિઓ માટે કામ કરે છે. સાથે વધુમાં તેઓ બોલ્યા કે, અમે તમને ગુજરાતમાં હરાવીશું, લખીને લઈ લો. ઇન્ડિયા ગઠબંધન એનડીએને ગુજરાતમાં હરાવવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો

રાહુલ ગાંધીએ પોતાના ભાષણ ભગવાન શંકરની તસવીર બતાવી

રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન ભગવાન શંકરની તસવીર બતાવી હતી. આ દરમિયાન સ્પીકરે તેમને રૂલ બુક નિયમો સમજાવ્યા હતા. રાહુલે કહ્યું, 'આજે હું મારા ભાષણની શરૂઆત BJP અને RSSના મારા મિત્રોને અમારા વિચાર વિશે જણાવી રહ્યો છું, જેનો ઉપયોગ અમે બંધારણની રક્ષા માટે કરીએ છીએ.'

પીએમ મોદી પર સીધો પ્રહાર (Rahul targets PM Modi)

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ સીધો પ્રહાર કર્યો હતો. તેણે કહ્યું કે હું જૈવિક છું. પરંતુ વડાપ્રધાન જૈવિક નથી. જ્યારે રાહુલ ગાંધી પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે સ્પીકરે તેમને કોઈ મુદ્દે અટકાવ્યા હતા. તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ શિવજીનો ફોટો બતાવ્યો અને તમે ગુસ્સે થઈ ગયા. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું, શિવજી અમારી પ્રેરણા છે. ભગવાન શિવના ગળામાં એક નાગ છે. જે દર્શાવે છે કે તેઓ મૃત્યુને પોતાની સાથે રાખે છે. તે કહેવા માંગે છે કે હું સત્યની સાથે છું. શિવજીના ડાબા ખભા પાછળ ત્રિશૂળ છે. ત્રિશૂળ હિંસાનું પ્રતીક નથી. જો તે હિંસાનું પ્રતીક હોત તો તે જમણા હાથમાં હોત. જ્યારે અમે ભાજપ સાથે લડ્યા ત્યારે અમે હિંસાનો આશરો લીધો ન હતો.

 

    follow whatsapp