Anant and Radhika Garba Night: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નને હવે માત્ર એક સપ્તાહ બાકી છે. ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી એકબીજાના થઈ જશે. લગ્ન પહેલા જરૂરી વિધિઓ શરૂ થઈ ગઈ છે. તેને અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે જ આયોજિત કરવામાં આવી રહ્યા છે. પરિવારના સભ્યો, સંબંધીઓ અને ખાસ મિત્રો આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. આગલા દિવસે મામેરુ ફંક્શન બાદ જ ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ઈવેન્ટનું આયોજન અનંત અંબાણીના દાદી કોકિલાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. તેની ઝલક હવે સામે આવી છે, જેમાં રંગારંગ કાર્યક્રમની ઝલક જોવા મળશે.
ADVERTISEMENT
ગરબા માટે આખો હોલ સજાવાયો
જે વીડિયો સામે આવ્યો છે, તેમાં તમે અંદરના ફ્લોરલ ડેકોરેશનની ઝલક જોઈ શકો છો. આખો હોલ રાધા-કૃષ્ણની મૂર્તિઓથી શણગારવામાં આવ્યો છે. ગુજરાતી વાઇબ સાથેના આ શણગારને ગુલાબી અને સફેદ રંગનું સમન્વય કરવામાં આવ્યું છે. વીડિયોમાં દેખાતી સુંદર સજાવટ તમારું દિલ જીતી લેશે. આટલું જ નહીં અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ગરબા પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે.
પરફોર્મન્સનો વીડિયો પણ સામે આવ્યો
સામે આવેલા બીજા વીડિયોમાં તમે વીર પહાડિયાને સ્ટેજ પર પરફોર્મ કરતા જોઈ શકો છો. તેની સાથે સિંગર પાર્થિવ ગોહિલ પણ સ્ટેજ પર દેખાય છે. એટલું જ નહીં, ઘણા મહેમાનો સ્ટેજની સામે જ ગરબા કરતા જોવા મળે છે. આ વીડિયોમાં કોકિલાબેન અંબાણી દૂર ઉભેલા દેખાઈ રહ્યા છે. ગરબાની પર લોકો રમઝટ બોલાવતા જોવા મળે છે.
લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે
સમૂહ લગ્ન સમારોહ પૂર્ણ થયા બાદ અંબાણી પરિવારમાં લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. બુધવારે 'મામેરુ' સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે ગુરુવારે ગરબા નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દરેક વ્યક્તિ થીમ પ્રમાણે પોશાક પહેરેલા જોવા મળ્યા હતા. બધાએ ગુજરાતી સ્ટાઈલના ચણીયા-ચોળી અને કુર્તા-પાયજામા પહેર્યા હતા. હવે આ ફંક્શનની ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે.
ADVERTISEMENT