Anant Ambani's Wedding: અંબાણી પરિવાર માટે ગ્રાન્ડ ઈવેન્ટ્સનું આયોજન કરવું એ કોઈ મોટી વાત નથી. અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની માટે નીતા અંબાણીએ જામનગરની રંગત બદલી નાખી હતી. હવે મુકેશ અંબાણી અને નીતા અંબાણી, તેમના નાના દીકરા અનંત અંબાણીના લગ્નમાં કોઈ કસર છોડવા માંગતા નથી. મહેમાનોની યાદીથી લઈને દિલ ખુશ કરી નાખે એવું ડેકોરેશન સુધી દરેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને યાદગાર બનાવી શકાય.
ADVERTISEMENT
લગ્નમાં થશે ખાસ સેલિબ્રેશન
લેટેસ્ટ માહિતી અનુસાર, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં એક યુનિક ફ્લેશ મોબ (Unique Flash Mob) થવાનો છે. (ફ્લેશ મોબ એક મોટા ડાન્સ ગ્રુપને કહેવામાં આવે છે, જે નિશ્ચિત જગ્યાએ આવીને પરફોર્મ કરીને ગાયબ થઈ જાય છે. આ પરફોર્મન્સ માટે અમેઝિંગ ટ્યુનિંગ હોવી જરૂરી છે.)
60 ડાન્સર કરશે પરફોર્મ
ઈન્ડિયા ટુડે/આજ તકને એક્સક્લુસિવ જાણકારી મળી છે કે અંબાણીના આંગણે યોજાવા જઈ રહેલા પ્રસંગમાં ગ્રાન્ડ ફ્લેશ મોબનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સેરેમની 13 જુલાઈએ યોજાશે અને ફ્લેશ મોબમાં 60 ડાન્સર પરફોર્મ કરશે. આ ઈવેન્ટ પરંપરા, આધુનિકતા અને અજોડ મનોરંજનથી ભરપૂર હશે.
આ કોરિયોગ્રાફરને સોંપાઈ જવાબદારી
અંબાણી પરિવારના નજીકના એક સૂત્રએ જણાવ્યું કે, 'અનંત અંબાણીના લગ્નમાં ફ્લેશ મોબને ઉમેરવાનો નિર્ણય આ પરંપરાગત સેલિબ્રેશનને મોડર્ન ટ્વિસ્ટ આપે છે. આ ફ્લેશ મોબ એક શ્લોક પર પરફોર્મ કરશે. તેની કોરિયોગ્રાફી કરવા માટે ફેમસ કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટને જવાબદારી સોંપવામાં આવી છે. આ ફ્લેશ મોબ દુલ્હન રાધિકા મર્ચન્ટ અને વરરાજા અનંત અંબાણીની સાથે એન્ટ્રી લેશે.'
સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, 60 ડાન્સર્સને તેમના ડાન્સ ટેલેન્ટ અને કેમિસ્ટ્રી માટે રાખવામા આવ્યા છે. આ તમામ પોતાના પરફોર્મન્સને પરફેક્ટ બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. વેડિંગ સેલિબ્રેશન દરમિયાન ફ્લેશ મોબ નિર્ધારિત ક્ષણે શરૂ થશે, જેથી મહેમાનો પર તેની મજબૂત અસર પડે.
ક્યારે થશે અનંત અંબાણીના લગ્ન?
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી 12થી 14 જુલાઈ સુધી ચાલશે. બંનેના લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં યોજાશે. જે બાદ 13 જુલાઈના રોજ કપલના શુભ આશીર્વાદ થશે અને પછી 14 જુલાઈના રોજ તેમનું રિસેપ્શન યોજાશે. આ લગ્નમાં બોલિવૂડ, સ્પોર્ટ્સ અને બિઝનેસ જગતની મોટી-મોટી હસ્તીઓ હાજર રહેશે. આ સેલિબ્રેશનમાં પરફોર્મ કરવા માટે ઘણા ઈન્ટરનેશનલ સ્ટાર્સને પણ આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. જેમાં ડ્રેક, એડેલ, જસ્ટિન બીબર અને લાના ડેલ રેના નામ સામેલ છે.
ADVERTISEMENT