Anant-Radhika Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. 12 જુલાઈના રોજ અનંત-રાધિકાના લગ્ન યોજાઈ રહ્યા છે. આ પહેલા 3 જુલાઈના રોજ એન્ટિલિયામાં તેમનું મામેરું ભરવામાં આવ્યું હતું. જેના વીડિયો હાલમાં સામે આવ્યા છે. આ સેરેમનીમાં પરિવારના સભ્યો ઉપરાંત બોલિવૂડના સેલેબ્રિટી પણ હાજર રહ્યા હતા. દરમિયાન નીતા અંબાણીના માતાએ વરરાજા અનંત અંબાણીને આશીર્વાદ આપ્યા હતા.
ADVERTISEMENT
અનંત-રાધિકાના લગ્ન પહેલા ભરાયું મામેરું
અનંત-રાધિકાના લગ્ન પહેલા મામેરું સેરેમની યોજાઈ હતી. જેમાં નીતા અંબાણીના માતા પૂર્ણિમા દલાલ અને બહેન મમતા દલાલ એન્ટિલિયા મામેરું લઈને પહોંચ્યા હતા. દરમિયાન કટેલીક ધાર્મિક વિધિ પણ કરાઈ હતી. જેમાં પૂર્ણિમા દલાલ નીતા અંબાણીને કપાળે તિલક લગાવતા દેખાયા હતા અને મીઠાઈ પણ ખવડાવી હતી. વીડિયોમાં નીતા અંબાણીનું માતા સાથે ખાસ બોન્ડિંગ જોવા મળ્યું હતું.
12થી 14 જુલાઈ સુધી લગ્નની ઉજવણી
ખાસ છે કે, 12 જુલાઈના રોદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી શરૂ થશે જે 14 જુલાઈ સુધી ચાલશે. લગ્નમાં ભારતીય ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. જેમાં 12 જુલાઈએ લગ્ન વિધિ થશે, 13 જુલાઈએ શુભ આશીર્વાદની સેરેમની હશે અને 14મી જુલાઈએ મંગલ ઉત્સવ એટલે કે રિસેપ્શનનું આયોજન કરાયું છે. તમામ ફંક્શન Jio વર્લ્ડ સેન્ટરમાં આયોજિત કરાશે.
ADVERTISEMENT