ભૂલકાંઓને હાલાકી અને વાલીઓને વધશે સ્કૂલના ધક્કા, શું તંત્ર મેદાને આવી મામલો પાડશે શાંત?

Gujarat Tak

• 06:42 PM • 17 Jun 2024

School vehicle drivers strike: ગુજરાતમાં હજુ તો આ સપ્તાહે જ સ્કૂલ શરૂ થઈ છે ત્યાં વાલીઓએ આવતીકાલ મંગળવારથી સ્કૂલોના ધક્કા ખાવા પડશે. આવતીકાલથી વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે લેવા અને મુકવા જવું પડશે.

School vehicle drivers strike

આવતીકાલથી વાલીઓ સ્કૂલના ધક્કે ચઢશે

follow google news

School vehicle drivers strike: ગુજરાતમાં હજુ તો આ સપ્તાહે જ સ્કૂલ શરૂ થઈ છે ત્યાં વાલીઓએ આવતીકાલ મંગળવારથી સ્કૂલોના ધક્કા ખાવા પડશે. આવતીકાલથી વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે લેવા અને મુકવા જવું પડશે. કારણ કે સ્કૂલ વાહનના ચાલકોએ RTO ચેકિંગના વિરોધમાં તથા તેમના કેટલાક પડતર પ્રશ્નો અને મંથર ગતિએ થતી પાસિંગ પ્રક્રિયા સહિતની કેટલીક સમસ્યાઓનો ઉકેલ ન આવતા આવતીકાલથી હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે. 

આ પણ વાંચો

આવતીકાલથી સ્કૂલ વાહનચાલકોની હડતાળ

ગઈકાલે સ્કૂલ વર્ધી એસોસિએશનના આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં દાવો કરાયો હતો કે તેમના સભ્યો છેલ્લા 4 વર્ષથી તેમના વાહનો માટે ફિટનેસ પ્રમાણપત્રો અને મંજૂરીઓ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. હજુ સુધી મોટી સંખ્યમાં વાહનચાલકો પાસે પરમિટ જ નથી. પરમિટની પ્રક્રિયા મંથર ગતિએ ચાલી રહી છે. સાથે જ તેઓ શાળા પરિવહન વાહનો માટે સરકારની નવી માર્ગદર્શિકાથી પણ અસંતુષ્ટ છે. 

એસોસિએશનની બેઠકમાં લેવાયો હતો નિર્ણય

અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટે જણાવ્યું હતું કે, સરકારની નવી ગાઈડલાઈનમાં માપદંડો અને નિયમોનું યોગ્ય પાલન ન કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. અમે અમારા વાહનોને કાયદેસરની પરમિટ ન મળે ત્યાં સુધી 18 જૂનથી અનિશ્ચિત હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. આપને જણાવી દઈએ કે, અમદાવાદમાં અંદાજે 15 હજાર જેટલા સ્કૂલ વાહનો અને રાજ્યમાં 50 હજાર જેટલા સ્કૂલ વાહનો ચાલે છે. અમદાવાદમાં લગભગ 800 જેટલા વાહનોને જ પરમિટ મળી છે. સ્કૂલ રિક્ષા અને વેનમાં પરમિટની પ્રક્રિયા ઝડપી બનાવવાની એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી રહી છે.  


રાજકોટની ઘટના બાદ નિયમો કરાયા કડક

રાજકોટની ઘટના બાદ તંત્ર જાગ્યું છે. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સલામતી માટે પગલા લેવામાં આવી રહ્યા છે. સ્કૂલ વાહનમાં વિદ્યાર્થીઓની સંખ્યાની વાત હોય કે ફિટનેસ સર્ટિફિકેટની વાત હોય અથવા પાર્સિંગ પરમિટની વાત હોય, તે તમામ મામલે નિયમો કડક કરવામાં આવ્યા છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં પ્રથમ દિવસે RTO વિભાગ દ્વારા સ્કૂલની વર્ધી કરતા વાહનોનું ચેકિંગ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્કૂલ રિક્ષા, સ્કૂલ બસને ડિટેઈન કરવામાં આવી હતી. જે મામલે વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. 


 

    follow whatsapp