મેહુલિયાના વાવડ! ગાજવીજ..ભારે પવન સાથે મેઘરાજા મચાવશે તોફાન, હવામાન વિભાગે શું કહ્યું?

Meteorological department forecast of rain in Gujarat: ગુજરાતમાં વરસાદી મહેર સતત ચાલુ રહેવાથી ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે. આવા વરસાદને વાવણીલાયક વરસાદ ગણવામાં આવતો હોઈ ઠેર-ઠેર ખેડૂતો વાવણીના કાર્યમાં લાગી ગયા છે.

rain in Gujarat

મેહુલિયાના વાવડ!

follow google news

Meteorological department forecast of rain in Gujarat: ગુજરાતમાં વરસાદી મહેર સતત ચાલુ રહેવાથી ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે. આવા વરસાદને વાવણીલાયક વરસાદ ગણવામાં આવતો હોઈ ઠેર-ઠેર ખેડૂતો વાવણીના કાર્યમાં લાગી ગયા છે. અનેક સ્થળોના ડેમમાં નવા નીરની આવક થવાથી પીવાના પાણીના સંકટ સામે પણ કુદરતી રાહત મળી હોઈ તેમ લાગે છે. ગઈકાલે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ સપાટો બોલાવ્યો હતો. આજે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળી કાઢે તેવી આગાહી છે. સુરત, નવસારી અને વલસાડમાં આજે ભારે વરસાદ થવાની શક્યતા છે.  

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગ જણાવ્યા અુસાર, 4 જુલાઈ 2024ના રોજ દક્ષિણ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે (64.5-115.5 મિલીમીટર)થી વધારે ભારે વરસાદ (115.5-204.3 મિલીમીટર)ની સાથે અત્યંત ભારે વરસાદ થવાથી સૌથી વધુ સંભાવનાઓ છે.

ભાર પવન પણ ફૂંકાવાની શક્યતા

આ ઉપરાંત રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, જામનગર સહિતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ગાજવીજ અને 30થી 40 કિમીની ઝડપે પવન  ફૂંકાય તેવી પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલીને મેઘરાજા ભારે વરસાદથી ધમરોળી કાઢશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

દાંતામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ

આજે મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં પણ ભૂક્કા બોલાવ્યા છે. ઉત્તર ગુજરાતના દાંતામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ પડતા ચારેકોર પાણી-પાણી થઈ ગયું છે. આજે ગુજરાતના 20 તાલુકાઓમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. જેમાં દાંતામાં 202 મિમિ, તિલકવાડામાં 67 મિમિ, વડગામમાં 62 મિમિ, પાલનપુરમાં 47 મિમિ, નાંદોદમાં 36 મિમિ, ઝઘડિયામાં 34 મિમિ, સતલાસણામાં 30 મિમિ વરસાદ નોંધાયો છે. 

    follow whatsapp