Gandhinagar News: GPSC ભરતીમાં લોલમલોલ, ઉમેદવારોની જિંદગી ગોટાળે: કેલેન્ડર મસ્ત પણ પરીક્ષાના ઠેકાણા જ નથી!

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા વિવિધ ખાતામાં ભરતી માટે અરજી પ્રક્રિયાઓ તો સમયસર લેવામાં આવે છે પણ ત્યારબાદ પરીક્ષા ક્યારે પૂર્ણ થાય તેના કોઈ ઠેકાણા જ નથી

GPSC Exam Calendar

GPSC Exam Calendar

follow google news

GPSC Exam Calendar 2024: ગુજરાતમાં લાખો વિધાર્થીઓ અધિકારી બનવાનું સપનું લઈને GPSC તૈયારી કરતાં હોય છે. પણ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા વિવિધ ખાતામાં ભરતી માટે અરજી પ્રક્રિયાઓ તો સમયસર લેવામાં આવે છે પણ ત્યારબાદ પરીક્ષા ક્યારે પૂર્ણ થાય તેના કોઈ ઠેકાણા જ નથી. આ પ્રકારે GPSC ની તૈયારી કરતાં ઘણા ઉમેદવારો અવારનવાર ફરિયાદ કરી રહ્યા છે. એવામાં યુવા નેતા યુવરાજસિંહ દ્વારા આજે એક ટ્વીટ કરવામાં આવ્યું જેને જોતાં GPSC ભરતીમાં લોલમલોલ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. યુવા નેતાએ કરેલી ટ્વીટમાં જોઈ શકાય છે કે સાત જેટલી ભરતી છે જેમાં કોઈના પરિણામ બાકી છે તો કોઈની મુખ્ય પરીક્ષા બાકી છે. એવામાં મુખ્ય વાત તો એ છે કે  આ વર્ષે જાહેરાત થવાની હતી તે નવા કેલેન્ડરની જાહેરાતો પણ બહાર પડી નથી. એટલે એ પણ પાછળ જવાની પૂરેપૂરી શક્યતા છે. તેવો તેમણે દાવો કર્યો હતો.

GPSC ની કેટલી ભરતી અધરતાલ?

  • ACF Mains ને 1 વર્ષ પૂર્ણ થયું, રિઝલ્ટ ઠેકાણા નથી..
  • AO Mains ને 9 મહિના પૂર્ણ થયા, રિઝલ્ટ ઠેકાણા નથી..
  • Dyso Pre ને 8 મહિના પૂર્ણ થયા છે; મુખ્ય પરીક્ષા નું ઠેકાણું નથી 
  • વર્ગ 1-2 ની Adv-30 હાઈકોર્ટમાં કેસ ચાલુ છે, ભાવિ હજી અધ્ધરતાલ છે.
  • Adv-20 Pre ના 13 મહિના પછી Mains લેવાઈ છે છતાં પરિણામ દૂર દૂર સુધી દેખાતું નથી, અનિશ્ચિતતા નું વાતારવરણ હજી યથાવત
  • Adv-47 હાઈકોર્ટમાં નવી પિટિશન દાખલ થઈ છે, આગળ શું થશે કોઈ ઠેકાણું જ નથી
  • TDO ના કંઈ ઠેકાણા નથી. 
  • નવા કેલેન્ડરની જાહેરાતો પણ બહાર પડી નથી, એટલે એ પણ પાછળ જવાની પૂરેપૂરી શક્યતા છે. 

👀 ALL EYES ON #GPSC 👁️
- ACF Mains ને 1 વર્ષ પૂર્ણ થયું,
રિઝલ્ટ ઠેકાણા નથી..
- AO Mains ને 9 મહિના પૂર્ણ થયા,
રિઝલ્ટ ઠેકાણા નથી..
- Dyso Pre ને 8 મહિના પૂર્ણ થયા છે;
મુખ્ય પરીક્ષા નું ઠેકાણું નથી,
- વર્ગ 1-2 ની Adv-30 હાઈકોર્ટમાં કેસ ચાલુ છે,
ભાવિ હજી અધ્ધરતાલ છે.
- Adv-20… https://t.co/Z3pT9ruGXB

— Yuvrajsinh Jadeja (@YAJadeja) July 3, 2024

તૈયારી કરતાં ઉમેદવારની વેદના!

આ સિવાય તૈયારી કરતાં ઉમેદવાર દ્વારા પણ બોર્ડ સહિતની અલગ-અલગ જગ્યાએ અટકી રહેલી ભરતી પ્રક્રિયાને લઈને ઈમેલ દ્વારા અને અરજી કરીને જાણ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાંના એક ઉમેદવારે કરેલા ઈમેલને તમે જોઈ શકો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઉમેદવારે રજૂઆત કરી છે કે, GPSC દ્વારા યોજવામાં આવતી પરીક્ષાઓ અને તદનંતર કામગીરીમાં આવેલી અકાર્યક્ષમતા, વિલંબ અને પારદર્શિતાની કમીને કારણે અમે ઉમેદવારો ખૂબ નિરાશ છીએ. પરીક્ષાના કાર્યક્રમમાં સતત ફેરફાર, પરિણામોની વિલંબિત જાહેરાત અને પ્રક્રિયાઓમાં દેખાવતી અનિયમિતતાઓએ અમારા ભવિષ્યને અંધકારમય બનાવી દીધું છે. આથી, આપને વિનંતી છે કે GPSC ની કાર્યપદ્ધતિમાં વિધિસર સુધારો કરવામાં આવે, સમયસર પરીક્ષાઓ અને પરિણામોની જાહેરાત કરવામાં આવે, અને તમામ પ્રક્રિયાઓ પારદર્શક અને નિષ્પક્ષ બનાવવામાં આવે. આ અમારી માટે જીવનમરણનો પ્રશ્ન છે અને GPSC ના કાર્યક્ષમતા પર આપનો વિશેષ ધ્યાન દોરવામાં આવે તેવી મારો આદરણીય વિનંતી છે.

    follow whatsapp