Jayrajsinh Jadeja son Ganesh Gondal: ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના (Jayrajsinh Jadeja) અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. ક્ષત્રિય આંદોલન સમયે પણ જયરાજસિંહ જાડેજા તેમના નિવેદનને લઈ લાઇમલાઇટમાં હતા. હવે તેમના પુત્ર ગણેશ જાડેજાને લઈ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ગણેશ જાડેજાએ એક કોંગ્રેસના નેતાનું અપહરણ કરી તેને ઢોર માર માર્યાની વાત મળી રહી છે. આ મામલે તેમની સામે એટ્રોસિટી (Atrocities Act)`હેઠળ જૂનાગઢ (Junagadh) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ કોંગ્રેસ નેતા સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.
ADVERTISEMENT
NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ
જાણકારી મળી રહી છે કે, જૂનાગઢ NSUI પ્રમુખ સંજય સોલંકીનું ત્રણ કારમાં અપહરણ કર્યા બાદ ગોંડલના 'ગણેશગઢ' ખાતે લઈ જવામા આવ્યો હતો. તેમણે ત્યાં કપડા કાઢી ઢોર માર માર્યો હતો અને તેનો વીડિયો બનાવી વાઈરલ કરવાની ધમકી આપી હતી. ભોગ બનનારને ઢોર માર મારી જૂનાગઢમાં ઉતારી દેવામાં આવ્યો અને ત્યાંથી તેઓ નાસી છૂટ્યા હતા. આ મામલે ભોગ બનનાર દ્વારા ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે વધુ હાથ ધરી છે. આ અંગે રાજુભાઇ સોલંકીએ જણાવ્યું કે, મારો છોકરો અને મારા છોકરાનો છોકરો કાળવા ચોંકમાંથી જતા હતા, ત્યારે આ લોકો ફોરવ્હિલ લઇને નીકળ્યા હતા, ત્યારે મારા છોકરાએ ધીમે ચલાવાનું કહેતા ઝઘડો થયો હતો. આ અંગે અમે જયરાજસિંહના છોકરા સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
અવારનવાર ગોંડલજુથ ચર્ચામાં રહે છે
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમના દબંગ અંદાજના કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. તેમનો પુત્ર ગણેશ જાડેજા પણ કોઈના કોઈ વિવાદમાં લાઇમલાઇટમાં રહેતો હોય છે. હાલમાં જ રિબડા વિધાનસભા ચૂંટણી પહેલા રિબડા જૂથ તથા ગોંડલજુથ વિવાદમાં આવ્યું હતું. ત્યાર બાદ રાજકોટના લોકસભા ઉમેદવાર પરષોત્તમ સોલંકી અને ક્ષત્રિયને લઈને વિવાદમાં જયરાજસિંહ જાડેજાએ અગ્રણીની ભૂમિકા ભજવી હતી.
ADVERTISEMENT