Gift City Liquor Permit: રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષના અંતમાં ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવીને દારૂ પીવાની છૂટ અપાઈ હતી. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મળતા જ તે ચર્ચામાં આવી ગયું હતું અને રાતો રાત ત્યાંની જમીનના ભાવ પણ ઉચકાઈ ગયા હતા. દારૂબંધીની છૂટ વખતે સરકાર દ્વારા દલીલ આપવામાં આવી હતી કે ગિફ્ટ સિટીને વૈશ્વિક બિઝનેસ અને ટેક હબ બનાવવા માટે દારૂનું વેચાણ અને પીવાની મંજૂરી જરૂરી છે. આ બાદ સરકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવાનું લાયસન્સ પણ આપ્યું હતું. હવે સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં કેટલો દારૂ પીવાયો છે તેના આંકડા જાહેર કરાયા છે.
ADVERTISEMENT
અત્યાર સુધી કેટલા લોકોએ દારૂની પરમિટ લીધી?
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, ગિફ્ટ સટીમાં 1 માર્ચથી 25 જૂન સુધીના 4 મહિનાના સમયગાળામાં કુલ 650 લીટર દારૂનું વેચાણ થયું છે. જેમાં 450 લિટર બિયર હતી. માહિતી મુજબ, 1 માર્ચછી 500 કર્મચારીઓએ જ દારૂ પીવાની પરમિટ માટે અરજી કરી છે અને તેમને લાઈસન્સ અપાયા છે. તો ગિફ્ટ સિટીમાં 24000થી વધુ લોકો કામ કરે છે. આ સમય દરમિયાન 250 મુલાકાતીઓને પણ દારૂ પીવાની પરમિટ અપાઈ છે.
કેમ ઓછું થઈ રહ્યું છે વેચાણ?
ગિફ્ટ સિટીના લાઈસન્સ સાથે દારૂ પીવાની છૂટ મળ્યા બાદ પણ વેચાણ ઓછું થયું છે. આ પાછળ એક કારણ એમ છે કે રાજ્યભરમાં પરમીટ ધરાવતી દુકાનો કરતા પણ ગિફ્ટ સિટીમાં ત્રણ ગણી વધુ કિંમતે દારૂ વેચાય છે. ઉપરાંત મુલાકાતીઓએ દારૂ પીવા માટે હોસ્ટને દરેક સમયે સાથે રાખવા જરૂરી છે. આથી વિઝિટરોએ પણ દારૂ પીવામાં રસ દાખવ્યો નથી.
ADVERTISEMENT