Gujarat Rains: 12 કલાકમાં 66 તાલુકામાં મેઘરાજાએ બઘડાટી બોલાવી, જાણો ક્યાં કેટલો વરસાદ વરસ્યો

Gujarat Rains News: હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. રાજ્યમાં 12 કલાકમાં 66 તાલુકામાં વરસાદ ખબક્યો.

Gujarat Rains

Gujarat Rains

follow google news

Gujarat Rains News: હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. રાજ્યમાં 12 કલાકમાં 66 તાલુકામાં વરસાદ ખબક્યો. જેમાં સૌથી વધુ કોડીનારમાં 3 કલાકમાં 3 ઇંચ મેઘો વરસયો છે. ત્યાર બાદ જૂનાગઢ તાલુકા અને શહેરમાં 3 ઈંચ, ટંકારા અને ગોંડલમાં 2.7 ઈંચ, દાંતા, જેતપુર અને સુત્રાપાડામાં 2 ઈંચ કાલાવડ, મંદરડામાં 1.75 ઈંચ, વેરાવળ, માંગરોળમાં 1.25 ઈંચ, ઈડર અને મોરવાહડફમાં 1.25 ઈંચ વરસાદ પડ્યો છે. 

જેતપુરમાં ઘોઘમાર વરસાદ

રાજકોટના જેતપુર શહેર તથા ગ્રામ્ય પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેતપુર શહેર ઉપરાંત ખીરાસરા, મેવાસા, સાંકડી રબારીકા, ગુંદાળા, ચાંપરાજપુર વગેરે ગામોમાં પણ જોરદાર વરસાદ વરસ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

આ પણ વાંચો:- રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, જામકંડોરણામાં 4 ઈંચ તો ગોંડલમાં 1 કલાકમાં 2.5 ઈંચ વરસાદ

જામકંડોરણામાં ભેંસો પાણીમાં તણાઈ

આ ઉપરાંત રાજકોટના જિલ્લાના જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટના ચરેલ, બરડીયા, દડવી સહિતના ગામોમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદથી બરડીયા અને ચરેલ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું. બરડીયા ગામે નદીમાં ભેંસો તણાતી જોવા મળી હતી. 

અંબાજીમાં આભ ફાટ્યું

શક્તિપીઠ અંબાજીમાં આજે સતત બીજા દિવસે મેઘો મહેરબાન જોવા મળ્યો.દિવસભર ભારે ઉકળાટ બાદ ભારે વરસાદ વરસતા અંબાજીના માર્ગો બેટમાં ફેરવાયા હતા. અંબાજી પોલીસ સ્ટેશનના આગળનો માર્ગ પર પાણી-પાણી થયા હતા. જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી પડતાં દ્રશ્યો જોવા મળ્યા હતા.
 

    follow whatsapp