Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં ભુક્કા કાઢી નાખે એવો વરસાદ અને પવન ભૂંકાશે, અંબાલાલ પટેલનો નવો ધડાકો

Gujarat Tak

25 Jun 2024 (अपडेटेड: Jun 25 2024 3:57 PM)

Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં ચોતરફ વરસાદી માહોલ છવાયો છે, એક સમયે લોકો વરસાદ ખેંચાતા ભારે ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. ખેડૂતો ચકડોળે વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા.

Ambalal Patel Rain Forecast

અંબાલાલની આગાહી

follow google news

Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં ચોતરફ વરસાદી માહોલ છવાયો છે, એક સમયે લોકો વરસાદ ખેંચાતા ભારે ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. ખેડૂતો ચકડોળે વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ચોમાસું ભલે વહેલું આવ્યું હતું, અગળ વધતું અટકી જવાથી બારે ગરમી બફારા અને ઉકળાટથી ત્રસ્ટ હતા. જોકે, કુદરતે છેલ્લા 24 કલાકમાં જ આખું ચિત્ર પલટી નાખ્યું છે. રાજ્યમાં ઠેર-ઠેર સાર્વત્રિક કહી શકાય તેવી મેઘમહેર થઈ છે. નદી-નાળાં વરસાદી પાણીથી છલકાઈ ઉઠ્યાં છે. જગતના તાતના ખેતર પણ વરસાદી પાણીથી ઊભરાઈ રહ્યા છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો

'ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના'

અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તેમના જણાવ્યા અનુસાર, વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 

અહીં 28 જૂન સુધીમાં અતિભારે વરસાદ થશેઃ અંબાલાલ પટેલ 

તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે. આ વિસ્તારોમાં ચાર ઈંચથી વધારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં 28 જૂન સુધીમાં અતિભારે વરસાદ થઈ શકે છે. 

'28 જૂનથી 5 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા' 

અંબાલાલ પટેલે જણાવ્યું કે,  રાજ્યભરમાં 28 જૂનથી 5 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.  જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઈંચ સુધી વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગે શું કરી આગાહી?

આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા પણ  7 દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે, આજે પંચમહાલ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

આજે ક્યાં પડશે ભારે વરસાદ?

તેમણે જણાવ્યું કે, એટલે આજે આ બે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ખેડા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે છે. 

    follow whatsapp