Breaking News: આવતીકાલે યોજાનારી NEET-PG પરીક્ષા મોકૂફ રખાઈ, હવે ક્યારે લેવાશે પરીક્ષા?

NEET-PG Exam Suspended: NEET પેપરલીક પર ચાલી રહેલા વિવાદ વચ્ચે વધુ એક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજીત NEET-PGની પ્રવેશ પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે.

NEET PG Exam

NEET PG Exam

follow google news

NEET-PG Exam Suspended: NEET પેપરલીક પર ચાલી રહેલા વિવાદ વચ્ચે વધુ એક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજીત NEET-PGની પ્રવેશ પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે 23 જૂને NEET-PGની પ્રવેશ પરીક્ષા યોજાવાની હતી. પરંતુ પરીક્ષાના એક દિવસ પહેલા જ તેને મોકૂફ રાખવામાં આવી છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા ટૂંક સમયમાં જ પરીક્ષાની નવી તારીખની જાહેરાત તકરવામાં આવશે.

કેમ પરીક્ષા મોકૂફ રખાઈ?

આરોગ્ય મંત્રાલયે મેડિકલ વિદ્યાર્થીઓ માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા આયોજિત NEET-PG પ્રવેશ પરીક્ષાની સમગ્ર પ્રક્રિયાનું નજીકથી મૂલ્યાંકન કરવાનો નિર્ણય લીધો છે. તેથી, સાવચેતીના પગલા તરીકે, આવતીકાલે એટલે કે 23 જૂન 2024 ના રોજ યોજાનારી NEET-PG પ્રવેશ પરીક્ષાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પરીક્ષાની નવી તારીખ ક્યારે જાહેર થશે?

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આ પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને પડી રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરતા આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં અને પરીક્ષા પ્રક્રિયાની પવિત્રતા જાળવવા માટે લેવામાં આવ્યો છે.
 

    follow whatsapp