BIG News: સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર! GSSSB એ નવી ભરતીની કરી જાહેરાત

GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

GSSSB

GSSSB

follow google news

GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 500 પદ પર આ ભરતી પર્કટિયા હાથ ધરવામાં આવશે જેમાં  ખેતી મદદનીશની 436 જગ્યાઓ, બાગાયત મદદનીશની 52 જગ્યાઓ અને મેનેજર (અતિથિગૃહ)ની 14 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જે ભરતી માટે ઉમેદવારો 1 થી 20 જુલાઈ સુધી ojas વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાશે.

સરકારી નોકરીની તક! SSC માં આવી મોટી ભરતી, જાણો અરજીથી પગાર સુધીની તમામ માહિતી

આ તારીખથી કરી શકાશે અરજી

આ ભરતી અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી હતી. જેમાં તેમણે જાણકારી આપી હતી કે, ખેતી મદદનીશ : 436, બાગાયત મદદનીશ: 52, મેનેજર (અતિથિગૃહ): 14 જગ્યાઓ ભરવા માટે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 01/07 થી 20/07/2024 સુધીમાં OJAS પર online application મંગાવવા આવશે.  આવતીકાલે GSSSB ની વેબસાઈટ પર 15.00 કલાકે નોટિફિકેશન મુકવામાં આવશે.

 કુલ 21,084 જગ્યાઓ પર કરાશે ભરતી

ચાલુ વર્ષ 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7,459 જગ્યાઓ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1,625 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 
 

    follow whatsapp