NEET Paper Leak Case: NEET પેપર લીક કેસમાં જેમ-જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ-તેમ ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. આ મામલે હવે એક મોટો ખુલાસો થયો છે. NEET UG એટલે કે અંડરગ્રેજ્યુએટ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ (NEET Paper Leak Case)ના એક દિવસ પહેલા જ પરીક્ષાર્થીઓને એક સેફ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. આ સેફ હાઉસ આશુતોષ નામના શખ્સના નામે ભાડે લેવામાં આવ્યું હતું. આ સેફ હાઉસમાં પરીક્ષાર્થીઓને પેપર ગોખાવવામાં આવ્યું હતું. આશુતોષે મીડિયા સાથેની વાતચીતમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. 4 અને 5 મેની રાત્રે સેફ હાઉસમાં શું થયું? આ અંગે તેમે બધું વિગતવાર જણાવ્યું છે.
ADVERTISEMENT
પરીક્ષાર્થીઓને લઈને આવ્યો હતો મનીષ
આશુતોષના જણાવ્યા અનુસાર, 4 મેની રાત્રે લગભગ 5 કે 7 પરીક્ષાર્થીઓ આવ્યા હતા. પરંતુ સવાર સુધીમાં 15 લોકો આવી ગયા હતા. એક દિવસ પહેલા તેનો મિત્ર પરીક્ષાર્થીઓને લઈને આવ્યો હતો. મિત્રનું નામ મનીષ છે, જેણે કહ્યું કે આ બધા લોકો મારા સંબંધીઓ છે, જેઓ નીટનું પેપર આપવા આવ્યા છે. આખરી રાત અહીં રોકાશે અને સવારે ચાલ્યા જશે. મેં મારા ભાઈ પ્રભાતને મનીષ સાથે વાત કરવા કહ્યું હતું, પણ તેણે એવું કર્યું નહીં. મનીષ 4 મેના રોજ રાત્રે 11 વાગ્યે 5-7 લોકોને લઈને આવ્યો હતો. સવારે તેના રૂમમાં 15થી વધુ લોકો હાજર હતા. મનીષના હાથમાં પેપરની ઝેરોક્ષ હતી. દરેકના હાથમાં પેપરની ઝેરોક્ષ હતી. આ પછી મનીષ બધાને પોતાની સાથે પાછળના રૂમમાં લઈ ગયો.
'મે મારી પત્ની ફોનથી પોલીસ સાથે વાત કરી'
આશુતોષના કહેવા પ્રમાણે, 5 મેના રોજ બપોરે 12 વાગ્યા સુધીમાં બધા અહીંથી ચાલ્યા ગયા હતા. નોંધનીય છે કે NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની પરીક્ષા 2 વાગ્યે શરૂ થઈ હતી. તે 5 મેના રોજ જમશેદપુર ગયો હતો. પરત આવ્યા બાદ મને જાણવા મળ્યું કે રૂમ પર પોલીસે રેડ પાડી હતી. જે બાદ મારો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો. પત્નીના ફોન દ્વારા પ્રશાસન સાથે વાત કરી. મેં ભાઈ પ્રભાતને ફોન કરીને મારી ભૂલ સ્વીકારી. જો તેને બધી બાબતની ખબર હોત તો તેણે મનીષ અને છોકરાઓને અહીં રહેવા દીધા જ ન હોત. સેફ હાઉસ પ્રભાત કુમારની પત્ની રેણુ કુમારીના નામે છે. જે આશુતોષે 5 હજાર રૂપિયા પ્રતિ માસ ભાડે લીધું છે.
બિહાર પોલીસને મળ્યા છે ઘણા પુરાવા
બિહાર પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે 9 લોકોની ધરપકડ કરી હતી. જેમની પાસેથી જાણવા મળ્યું કે પરીક્ષા પહેલા કેટલાક લોકો પટનાના એક રેસ્ટ હાઉસમાં રોકાયા હતા. એ લોકોને ત્યાં પેપર ગોખાવ્યું હતું. EOUના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) માનવજીત સિંહ ધિલ્લોને સ્વીકાર્યું કે સેફ હાઉસમાંથી કેટલાક પુરાવા મળ્યા છે. સેફ હાઉસમાંથી કેટલાક બળી ગયેલા પ્રશ્નપત્રો મળી આવ્યા છે. પેપરના બદલામાં દરેક ઉમેદવાર પાસેથી 30 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. આ વખતે 571 શહેરોમાં 4750 કેન્દ્રો પર 24 લાખથી વધુ લોકોએ પેપર આપ્યું હતું.
ADVERTISEMENT