International Yoga Day 2024: છેલ્લા 9 યોગ દિવસોમાં શું હતી ખાસ બાબત, ગિનીસ વર્લ્ડ રેકોર્ડથી માંડીને ઘણું બધું...

ADVERTISEMENT

International Yoga Day 2024
International Yoga Day 2024
social share
google news

International Yoga Day 2024 Record: પ્રાચીન કાળથી ભારતમાં યોગને એક તપસ્યા, એક સાધના માનવા આવે છે. હાલ ફક્ત ભારતીય સંસ્કૃતિમાં જ નહીં વિશ્વમાં તમામ જગ્યાએ યોગની એક આગવી ઓળખ છે.  દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. પ્રથમ વખત 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 11 ડિસેમ્બર 2014ના રોજ પીએમ મોદીના આ પ્રસ્તાવને મંજૂરી આપતા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી. વર્ષ 2015થી શરૂ થયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કેટલી ખાસ બાબતો પર આપણે નજર કરીશું.... 

International Yoga Day 2024 Live: 'વિશ્વના નેતાઓ હવે યોગ વિશે વાત કરે છે', શ્રીનગરમાં PM મોદીનું સંબોધન


છેલ્લા 9 યોગ દિવસોમાં શું હતી ખાસ બાબત

2015- ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં 2 રેકોર્ડ બનાવાયા
2016- વિશ્વના 170 દેશોએ યોગ દિવસની ઉજવણી કરી
2017- લખનઉમાં PM સાથે 55 હજાર લોકોએ યોગ કર્યા
2018- મુસ્લિમ દેશ સાઉદી અરેબિયા પ્રથમ વખત જોડાયો
2019- 5મો યોગ દિવસ ક્લાઈમેટ એક્શન માટે યોગની થીમ સાથે ઉજવવામાં આવ્યો
2020- કોરોના રોગચાળાને કારણે થીમ રાખવામાં આવી - યોગા એટ હોમ
2021- યોગ દિવસ સતત બીજા વર્ષે વર્ચ્યુઅલ રીતે ઉજવવામાં આવ્યો
2022- હેરિટેજ સ્થળો પર યોગ દિવસની ઉજવણી
2023- PM યોગ દિવસ પર પ્રથમ વખત દેશની બહાર ગયા હતા

આ વર્ષની યોગ દિવસની થીમ શું છે?

દર વર્ષે યોગ દિવસ માટે એક ખાસ થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષે 10 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સમાજને સ્વસ્થ અને મજબૂત બનાવવા પર આધારિત છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની થીમ 'સ્વયં અને સમાજ માટે યોગ (Yoga For Self And Society)' છે.
 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT