NEET-UG 2024 વિવાદ : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને NTAને ફટકારી નોટીસ, શિક્ષણ મંત્રીના આવાસ બહાર વિરોધ

ADVERTISEMENT

supreme court
સુપ્રીમ કોર્ટ
social share
google news

NEET-UG 2024 Controversy : સુપ્રીમ કોર્ટે NEET-UG 2024ને રદ કરવાની વિનંતી કરતી અરજી સહિતની અરજીઓ પર નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA), કેન્દ્ર અને અન્ય લોકો પાસેથી જવાબ માંગ્યો હતો. મેઘાલય કેન્દ્ર પર NEET-UG પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને 45 મિનિટ ઓછી મળી હતી. તેમણે પ્રાર્થના કરી હતી કે તેમને એવા 1563 વિદ્યાર્થીઓમાં સામેલ કરવામાં આવે જેમણે ગ્રેસ માર્કસ મેળવ્યા હતા અને તેમને 23 જૂને ફરીથી પરીક્ષા આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ અરજીઓ પર સુનાવણી 8મી જુલાઈના રોજ નક્કી કરી છે.

સુપ્રીમ કોર્ટે આપી નોટિસ

સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પક્ષકારોને નોટિસ ફટકારી છે, જેમાં NEET-UG, 2024 સંબંધિત અરજીઓને હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માગણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ કેસોમાં હાઈકોર્ટ સમક્ષની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ફરી પુનરોચ્ચાર કર્યો કે કોર્ટ કાઉન્સેલિંગ પ્રક્રિયાને અટકાવશે નહીં.

NSUI દ્વારા શિક્ષણ મંત્રીના આવાસ પર વિરોધ પ્રદર્શન

NSUI (National Students Union of India) એ NEET અને UGC-NETના મુદ્દે દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના આવાસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ દ્વારા ટૂંક સમયમાં દેખાવકારોની અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

UGC નેટ પરીક્ષા રદ

મેડિકલમાં પ્રવેશ માટે યોજાનારી નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)-ગ્રેજ્યુએશન 2024માં કથિત અનિયમિતતાના વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રાલયે બુધવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NEET) દ્વારા આયોજિત UGC-NET પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી.
 

    follow whatsapp

    ADVERTISEMENT