'બેટી બચાવો, બેટી પઢાઓ' પણ ન લખી શક્યા મંત્રીજી, Video થયો વાયરલ

ADVERTISEMENT

Minister Savitri Thakur Viral Video
ભાજપના મંત્રીએ માર્યો લોચો!
social share
google news

Minister Savitri Thakur Viral Video : મોદી સરકારના એક મહિલા મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોના કારણે કેન્દ્રીય મંત્રીની ચારેકોર ખૂબ જ ટીકા થઈ રહી છે. મધ્યપ્રદેશની સરકારી સ્કૂલોમાં મંગળવારે પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં સામેલ થવા માટે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી સાવિત્રી ઠાકુર ધારની એક સ્કૂલમાં પહોંચ્યા પરંતુ કાર્યક્રમ દરમિયાન એક બોર્ડ પર મંત્રીજીએ એવું કંઈક લખ્યું કે લોકો તેમને ટ્રોલ કરવા લાગ્યા.

પહેલીવાર મંત્રી બન્યા છે સાવિત્રી ઠાકુર

સાવિત્રી ઠાકુર ધાર લોકસભા બેઠક પરથી સાંસદ છે અને પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી બન્યા છે. રજાઓ બાદ સ્કૂલો ખુલી ત્યારે પ્રવેશોત્સવ કાર્યક્રમ મનાવાયો અને બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું. બ્રહ્માકુંડ સ્કૂલમાં બાળકોનું સ્વાગત કરવા માટે સાવિત્રી ઠાકુર પહોંચ્યા હતા. લોકો દીકરીઓને સ્કૂલે મોકલે, એટલા માટે તેમણે બોર્ડ પર એક નારો લખવાનું શરૂ કર્યું, પરંતુ તેના કારણે તેઓ બદનામ થઈ ગયા. 

જુઓ વીડિયો

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by purvanchal (@purvanchal51)

બોર્ડ પર શું લખ્યું?

મંત્રી બોર્ડ પર માર્કરથી બેટી બચાવો, બેટી પઢાવોનો સંદેશ લખવા માંગતા હતા પરંતુ તેમણે ખોટું લખ્યું. તેમણે લખ્યું, ‘બેટી પડાઓ બચ્ચાવ’. આ દરમિયાન મંત્રીને કોઈએ ટોક્યા કે પડાવો નહીં પઢાઓ પરંતુ મંત્રીજીએ કોઈની વાત ન સાંભળી અને લખતા ગયા.  આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

બીજીવાર સાંસદ બન્યા છે ઠાકુર


સાવિત્રી ઠાકુર બીજી વખત ધારથી સાંસદ તરીકે ચૂંટાયા છે અને પ્રથમ વખત મંત્રી બન્યા છે. તેઓ સંઘ સાથે જોડાયેલા છે. મળતી માહિતી મુજબ, સાવિત્રી ઠાકુરના પતિ ખેડૂત છે અને પિતા સરકારી કર્મચારી છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા સાવિત્રી ઠાકુરના પરિવારનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. એફિડેવિટ અનુસાર, સાવિત્રી ઠાકુર ધોરણ 12 પાસ છે પરંતુ સ્લોગન લખતી વખતે ભૂલને કારણે તેઓ લોકોના નિશાના પર આવી ગયા છે. 

    follow whatsapp

    ADVERTISEMENT