ઘરે બેઠા 10 મિનિટમાં ફ્રીમાં બનાવો પાનકાર્ડ, જાણીલો સરળ રીત

ADVERTISEMENT

PanCard
પાનકાર્ડ પ્રોસેસ
social share
google news

PAN Card Online : પાન કાર્ડ હાલમાં આધારની જેમ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ઘણા લોકો પાસે પાન કાર્ડ નથી. આ સમાચાર તેમના માટે જ છે. જો તમારી પાસે આધાર કાર્ડ છે અને તમારી પાસે PAN કાર્ડ નથી અને તમે PAN કાર્ડ બનાવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. આ રિપોર્ટમાં અમે તમને જણાવીશું કે માત્ર 10 મિનિટમાં આધાર કાર્ડ કેવી રીતે બનાવી શકાય. E-PAN ઓનલાઈન બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને તમે તેને ઘરે બેઠા તમારા ફોનથી બનાવી શકો છો. જાણો કેવી રીતે...

સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે જો તમે E-PAN બનાવવા ઈચ્છો છો તો તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. E-PAN પણ નિયમિત PAN ની જેમ જ માન્ય છે. E-PAN કાર્ડ ફક્ત આધાર કાર્ડ દ્વારા જ બનાવવામાં આવશે. તમારા ફોન અથવા લેપટોપથી https://www.incometax.gov.in/iec/foportal/ વેબસાઈટની મુલાકાત લો.

હવે ઉપર દર્શાવેલ Instant E-PAN ના વિકલ્પ પર ક્લિક કરો. હવે એક નવું પેજ ખુલશે જેમાં ડાબી બાજુએ Get New e-PAN નો વિકલ્પ હશે. તેના પર ક્લિક કરો.

આ પણ વાંચો

ADVERTISEMENT

 

ત્યારબાદ 12 અંકનો આધાર નંબર દાખલ કરો. પછી I Confirm ના વિકલ્પ પર ટિક કરો. હવે તમારા આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે. OTP દાખલ કરો. OTP દાખલ કર્યા પછી, ઈ-મેલ આઈડી દાખલ કરો અને પાન કાર્ડ માટે જરૂરી માહિતી ભરો.

ADVERTISEMENT

આ ફોર્મ ભર્યા પછી તરત જ તમને તમારો PAN નંબર મળી જશે. તમે આ PAN નંબરનો ઉપયોગ તે જ રીતે કરી શકો છો જે રીતે તમે નિયમિત PAN નો ઉપયોગ કરો છો. અરજી કર્યા પછી તમે "ચેક સ્ટેટસ/ડાઉનલોડ પાન" વિકલ્પ પર ક્લિક કરીને આ વેબસાઇટ પરથી પીડીએફમાં PAN કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT