મોટો નિર્ણય : ખેડૂતોને કેન્દ્ર સરકારની ભેટ, 14 પાકો પર MSP વધારાઈ

ADVERTISEMENT

Farmers
ખેડૂતો માટે નિર્ણય
social share
google news

Minimum Support Price : મોદી સરકાર 3.0ની બીજી કેબિનેટ બેઠક આજે (બુધવાર) યોજાઈ હતી. જેમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મોદી સરકારે ખેડૂતો ( Farmers ) ને મોટી ભેટ આપી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, 'ખરીફ પાક માટે MSP (ન્યૂનતમ ટેકાના ભાવ) વધારવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં 14 પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડાંગરની નવી MSP 2300 રૂપિયા હશે.'

14 પાક પર MSP વધી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 'આજે કેબિનેટમાં ખેડૂતોના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે 14 ખરીફ પાકો પર MSPમાં વધારો કર્યો છે. ડાંગરની નવી MSP રૂ. 2,300 નક્કી કરવામાં આવી છે, જે અગાઉની MSP કરતાં રૂ. 117 વધુ છે. કપાસની નવી MSP 7,121 રહેશે. તેની બીજી વિવિધતા માટે નવી MSP 7,521 રૂપિયા હશે, જે પહેલા કરતા 501 રૂપિયા વધુ છે.'

કયા પાક પર MSP કેટલો વધ્યો?

આ પણ વાંચો

ADVERTISEMENT

પાક MSP ખર્ચ ખર્ચથી વધુ MSP    2023-24 વધી    MSP
ડાંગર 2300 1533 50 2183 117
જુવાર 3371 2247 50 3180 191
બાજરી 2625 1485 77 2500 125
રાગી 4290 2860 50 3846 444
મકાઈ 2225 1447 54 2090 135
તુવેર 7550 4761 59 7000 550
મગ 8682 5788 50 8558 124
અડદ 7400 4883 52 6950 450
મગફળી 6783 4522 50 6377 406
સૂર્યમુખી 7280 4853 50 6760 520
સોયાબીન 4892 3261 50 4600 292
તલ 9267 6178 50 8635 632
કપાસ 7121 - - 6620 501

'વડાપ્રધાન મોદી હંમેશા ખેડૂતોને પ્રાથમિકતા આપે છે'

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 'વડાપ્રધાન મોદી હંમેશા ખેડૂતોને પ્રાથમિકતા આપે છે. આ સરકારે પોતાના નવા કાર્યકાળમાં ખેડૂતોના હિતમાં નિર્ણયો લીધા છે. સરકારે ખરીફ સિઝન માટે નવી MSP નક્કી કરી છે. 2018માં ભારત સરકારે તેના બજેટમાં કહ્યું હતું કે MSP ખર્ચ કરતાં ઓછામાં ઓછો દોઢ ગણો હોવો જોઈએ. ખર્ચ CACP દ્વારા નક્કી કરવામાં આવે છે.'

 

ADVERTISEMENT

મોદી કેબિનેટમાં લેવાયા 5 મોટા નિર્ણય

ADVERTISEMENT

  • 14 પાકોની MSP વધારવામાં આવી
  • મુંબઈના પાલઘરમાં ડીપ ડ્રાફ્ટ ગ્રીનફીલ્ડ પોર્ટને મંજૂરી
  • વારાણસી એરપોર્ટ માટે સરકારે ખજાનો ખોલ્યો
  • પવન ઊર્જા પરિયોજનાને પ્રોત્સાહન આપવાનો પ્લાન
  • 28 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક પ્રયોગશાળા બનશે

    follow whatsapp

    ADVERTISEMENT