ગૂગલ મેપની જેમ હવે OLA Maps! ભાવિશ અગ્રવાલે લોન્ચ કર્યો ઈન-હાઉસ નેવિગેશન મેપ

Gujarat Tak

ADVERTISEMENT

OLA Map
ઓલા મેપ
social share
google news

OLA Maps : દેશની અગ્રણી કેબ એગ્રીગેટર OLA એ આજે ​​પોતાનો નવો Ola Map લોન્ચ કર્યો છે. કંપનીએ ગૂગલ મેપ્સ (Google Maps) નો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો છે અને તેના બદલે પોતાના ઓલા મેપ્સ શરૂ કર્યા છે. કંપનીના સ્થાપક ભાવિશ અગ્રવાલે સોશિયલ નેટવર્કિંગ સાઈટ 'X' પર તેની જાહેરાત કરી હતી. કંપનીએ ગૂગલ મેપને સંપૂર્ણપણે છોડી દીધો છે અને હવે નવા ઓલા મેપ પર શિફ્ટ થઈ છે. આ કંપનીની પોતાની ઇન-હાઉસ મેપ સર્વિસ છે.

'અમે Google Mapsમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી ગયા'

ભાવિશ અગ્રવાલે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'ગયા મહિને Azureમાંથી બહાર નીકળ્યા બાદ અમે હવે Google Mapsમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી ગયા છીએ. અમે વાર્ષિક રૂ. 100 કરોડનો ખર્ચ કરતા હતા, પરંતુ અમે આ મહિને તેમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી ગયા છીએ. હવે તે ખર્ચ 0 કરી દીધો છે. તમે Ola એપ્લિકેશન ચેક કરો અને જરૂરત પડવા પર અપડેટ કરો.'

ભાવિશ અગ્રવાલે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'ઓલા મેપ્સમાં અમે શું બનાવ્યું છે અને અમે કેવી રીતે ઓપન સોર્સ કમ્યુનિટીનો લાભ લીધો છે, તેના માટે આ સપ્તાહના અંતમાં એક વિગતવાર ટેકનિકલ બ્લોગ પ્રકાશિત કરવામાં આવશે. આશા છે કે તમે બધાને તે વાંચીને આનંદ થશે!'

ADVERTISEMENT

OLA Maps હશે વધુ શ્રેષ્ઠ

કંપની ઓલા મેપ્સમાં સ્ટ્રીટ વ્યૂ, ન્યુરલ રેડિયન્સ ફિલ્ડ્સ (એનઇઆરએફ), ઇન્ડોર ઇમેજ, 3ડી મેપ્સ અને ડ્રોન મેપ્સ જેવી સુવિધાઓ ઉમેરવા પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, પાર્ટનર ફર્મ Krutrim AI દ્વારા પૂરી પાડવામાં આવતી ક્લાઉડ સેવાઓમાં Ola Maps માટે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ (API) પણ હશે. API એ સોફ્ટવેર ઈન્ટરફેસનો એક પ્રકાર છે જેનો ઉપયોગ બે કે તેથી વધુ કોમ્પ્યુટર પ્રોગ્રામ અથવા ઘટકો એકબીજા સાથે વાતચીત કરવા માટે કરે છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ઓલાએ તેના આઈટી વર્કલોડને માઇક્રોસોફ્ટના એઝ્યુરથી ક્રુટ્રિમના ક્લાઉડમાં શિફ્ટ કરી દીધું છે. આ પછી જ ઓલાએ આ મોટું પગલું ભર્યું છે. હવે કંપનીની કેબમાં ઇન-હાઉસ OLA મેપ્સનો ઉપયોગ કરવામાં આવશે. Krutrim Cloud તેના AI કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર GPU સેવાઓ પ્રદાન કરે છે, જે એન્ટરપ્રાઈઝ અને વિકાસકર્તાઓને તેમના મોડલ્સને તાલીમ આપવા અને સુધારી શકે છે. 22 મેના રોજ અગ્રવાલે પોસ્ટ કર્યું હતું કે ઓલાએ એક અઠવાડિયાની અંદર Azure પરથી તેના સમગ્ર વર્કલોડને દૂર કરી દીધો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT