ઈન્વર્ટર ફાટવાથી 4 લોકોના મોત, ક્યાંક તમે તો નથી કરી રહ્યાને આ 3 ભૂલો?

ADVERTISEMENT

 Inverter Battery Explosion
ઈન્વર્ટર ફાટવાથી 4 લોકોના મોત
social share
google news

Inverter Battery Explosion:  દેશભરમાં આ દિવસોમાં ભયાનક ગરમી પડી રહી છે. કેટલીક જગ્યાએ તો તાપમાન 46 ડિગ્રીને વટાવી ગયું છે. આવી સ્થિતિમાં અલગ-અલગ વિસ્તારોમાંથી આગ લાગવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. AC બોમ્બની જેમ ફૂટી રહ્યા છે. કેટલીક જગ્યાએ શોર્ટ સર્કિટના કારણે ઈમારતો આગની ઝપેટમાં આવી રહી છે. તાજેતરમાં રાજધાની દિલ્હીમાં ઈન્વર્ટરમાં બ્લાસ્ટ થવાનો મામલો સામે આવ્યો છે, જેના કારણે 4 લોકોના દુઃખદ અવસાન થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈન્વર્ટરમાં આગ લાગવાથી આખા પરિવારનું  નિધન થયું છે. 

ઈન્વર્ટરનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન!

આથી એવું કહેવું ખોટું નહીં હોય કે આ સાધન જેટલું ઉપયોગી છે એટલું જ ખતરનાક પણ સાબિત થઈ શકે છે. જો તમે પણ તમારા ઘર કે ઓફિસમાં ઈન્વર્ટરનો ઉપયોગ કરી રહ્યા છો તો સાવધાન થઈ જાવ. ઈન્વર્ટરની યોગ્ય જાળવણી તમને મોટી મુશ્કેલીમાં મુકતા બચાવી શકે છે. એક ભૂલના કારણે ઈન્વર્ટરમાં બ્લાસ્ટ પણ થઈ શકે છે. તેથી આજે અમે તમને એવી 3 બાબતો વિશે જણાવીશું, જેને ક્યારેય ઈગ્નોર ન કરવી જોઈએ. 


વાયરિંગ ચેક કરો

આજકાલ કેટલાક લોકો પૈસા બચાવવાના ચક્કરમાં ઘણીવાર જાતે જ તેનું વાયરિંગ કરવા લાગે છે અથવા ક્યારેક-ક્યારેક તેના ફિટિંગ માટે ઓછા અનુભવવાળા કોઈને બોલાવે છે. એટલું જ નહીં કેટલાક લોકો સસ્તાના ચક્કરમાં લૉ ક્વોલિટીવાળા વાયરનો ઉપયોગ કરે છે. પરંતુ તમારી આ ભૂલ તમને કોઈ દિવસ મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. આવું કરવાથી કોઈ દિવસ શોર્ટ સર્કિટ થઈ શકે છે. જે ઈન્વર્ટરમાં બ્લાસ્ટનું કારણ બની શકે છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

પાણી ચેક કરો

ઈન્વર્ટરની બેટરીમાં સમયાંતરે પાણી ઉમેરવું ખૂબ જ જરૂરી છે, પરંતુ કેટલાક લોકો મહિનાઓ સુધી બેટરી ચેક કરતા નથી જેના કારણે તેનું પાણી સુકાઈ જાય છે. જે કોઈ દિવસ તમારા માટે મોટો ખતરો બની શકે છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે તમારે દર 45 દિવસે બેટરીનું પાણી ચેક જોઈએ અને તેમાં માત્ર ડિસ્ટિલ્ડ પાણીનો ઉપયોગ કરવો જોઈએ.

વેન્ટિલેશનનું ધ્યાન રાખો

ઈન્વર્ટરને ક્યારેય એવી જગ્યાએ ન રાખો જ્યાં વેન્ટિલેશન સારું ન હોય કારણ કે આવી સ્થિતિમાં ઈન્વર્ટર અને બેટરી બંને બગડી જાય છે. ઇન્વર્ટર જેટલું ઠંડું હશે તેટલું સારું કામ કરશે. તેથી યોગ્ય વેન્ટિલેશન હોવું મહત્વપૂર્ણ છે. વેન્ટિલેશન ન હોવાથી ઈનવર્ટર ઓવરહીટ થવાથી બ્લાસ્ટ પણ થઈ શકે છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT