ભ્રષ્ટાચારની ગંધ? 7 દિવસમાં ત્રીજો 'વિકાસનો પુલ' ધરાશાયી થયો, કરોડો રૂપિયા પાણીમાં

ADVERTISEMENT

Bihar Bridge Collapsed
7 દિવસમાં ત્રીજો પુલ ધડામ
social share
google news

Bihar Bridge Collapsed: બિહાર (Bihar)માં પુલ ધરાશાયી (bridge collapsed)  થવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અહીં એક અઠવાડિયામાં ત્રીજો પુલ ધરાશાયી થયો છે. આ વખતે આ ઘટના મોતિહારીમાં બની છે. આ પહેલા અરરિયા અને સિવાનમાં પણ પુલ ધરાશાયી થઈ ચૂક્યા છે. આ એક નિર્માણાધીન પ્રોજેક્ટ હતો, જેનો અંદાજિત ખર્ચ 2 કરોડ રૂપિયા હતો. 

પૂર્વ ચંપારણના મોતિહારીમાં બની દુર્ઘટના

મળતી માહિતી મુજબ, આ વખતે પુલ ધરાશાયી થવાની ઘટના પૂર્વ ચંપારણના મોતિહારીમાં બની છે. અહીં અંદાજિત 2 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. બ્રિજનું કાસ્ટિંગ કામ કરવામાં આવી ચૂક્યું હતું. આ પુલની લંબાઈ લગભગ 50 ફૂટ હતી.

જુઓ વીડિયો

ગઈકાલે સિવાનમાં ધરાશાયી થયો હતો પુલ

આપને જણાવી દઈએ કે, બિહારના સિવાનમાં પુલ ધરાશાયી થવાની ઘટના બની હતી. અહીં મહારાજગંજ-દરોંડા વિધાનસભાની બોર્ડરને જોડતો પુલ ધડામ દઈને પડી ભાંગ્યો હતો. લોકોએ કહ્યું કે, હજુ વરસાદ પણ પડ્યો નથી, એ પહેલા આ પુલ કેવી રીતે પડી ભાંગ્યો. આ વખતે ન તો વાવાઝોડું આવ્યું કે ન તો વરસાદ, છતાં મહારાજગંજ વિસ્તારના પટેઢી-ગરૌલીને જોડતી નહેર પર બનેલો પુલ તૂટી પડ્યો.

આ પણ વાંચો

ADVERTISEMENT

કેનાલમાંથી પાણી છોડવામાં આવતા ધરાશાયી થયો

આ ઘટના અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ મુકુલ કુમાર ગુપ્તાએ કહ્યું હતું કે આ પુલ દરોંડા અને મહારાજગંજ બ્લોકના ગામોને જોડતી નહેર પર બનાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. તે ઘણો જૂનો હતો. કેનાલમાંથી પાણી છોડવામાં આવતાં થાંભલો તૂટી પડ્યો હતો. બીડીઓ સૂર્ય પ્રતાપ સિંહે કહ્યું હતું કે સ્થાનિક લોકોનો દાવો છે કે આ પુલ 1991માં મહારાજગંજના તત્કાલિન ધારાસભ્ય ઉમા શંકર સિંહના યોગદાનથી બનાવવામાં આવ્યો હતો. 

મંગળવારે પણ ધરાશાયી થયો હતો પુલ

મંગળવારે અરરિયામાં લગભગ 180 મીટર લાંબો નવનિર્મિત પુલ ધરાશાયી થયો હતો. આ પુલ અરરિયાના સિક્તીમાં બકરા નદી પર બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજનું ઉદ્ઘાટન થવાનું હતું, પરંતુ તે પહેલા જ બ્રિજ ધરાશાયી થઈ ગયો. સિક્તિ બ્લોક સ્થિત બકરા નદી પર 12 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT