જાણવું જરૂરી : જો આવું થાય તો સમજજો કે વીજળી પડશે! બચવાના ઉપાય જાણી લો

ADVERTISEMENT

lightning strikes
વીજળીથી બચવાના ઉપાય
social share
google news

વરસાદની મજા સૌ કોઈ લેવા માંગે છે. તેવામાં આકાશી વીજળીની ઝપેટમાં આવવાની શક્યતા વધી જાય છે. આમ કેટલીક જગ્યાએ વરસાદની મજા સજામાં ફેરવાઈ જતી હોય છે. જો તમારે આકાશી વીજળીથી બચવું છે તો વીજળીથી બચવા ખેતર, વૃક્ષો અને તળાવની પાસે ન જાઓ. કારણ કે ત્યાં સૌથી વધુ વીજળી પડવાની શક્યતા હોય છે. જો તમે પોતાના ઘરમાં છો અને બહાર વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે તો તમે વીજળીથી ચાલતા ડિવાઈસથી દૂર રહો. એ વાતનું ધ્યાન રાખો કે વીજળી હંમેશા ધરતી પર હાજર સૌથી ઉંચી વસ્તુઓથી ટકરાય છે. એટલા માટે ક્યારેય એવા વાતાવરણમાં ઊંચી બિલ્ડિંગ, વૃક્ષ કે થાંભલાની નીચે ન ઉભા રહો. ત્યારે વરસાદની સીઝનમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું, વીજળીની ઝપેટમાં આવતા કઈ રીતે બચવું અને વીજળીથી દાઝી ગયા બાદ પીડીતને બચાવવા માટે શું કરવું તે અંગે જાણો...

NDMAના રિપોર્ટ અનુસાર, ભારતમાં દર વર્ષે વીજળી પડવાથી સરેરાશ 2500 લોકોના મોત થાય છે. 1967થી 2012 સુધીમાં જેટલી પણ કુદરતી આફતો ભારતમાં આવી તેમાં મૃત્યુ પામનારા 39 ટકા લોકોના વીજળી પડવાથી મોત થયા છે. વીજળી પડવાની સૌથી વધુ ઘટનાઓ ઝારખંડ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે.

વરસાદની સીઝનમાં આ બાબતો ધ્યાનમાં રાખો

  • કોઈપણ એવી વસ્તુઓની આસપાસ ન રહો, જે વીજળીથી ચાલતી હોય.
  • તારવાળા ટેલિફોનનો ઉપયોગ ન કરો. બારી અને દરવાજા બંધ કરી દો.
  • પોતાના ઘરની છત પર ન જાઓ, કારણ કે તે વીજળીને પોતાની તરફ ખેંચે છે.
  • ધાતુના પાઈપ, નળ, ફુવારા સહિતની વસ્તુઓથી દૂર રહો.
  • જો તમે ઘરની બહાર છો તો ક્યારેય વૃક્ષોની નીચે ન ઉભા રહો.
  • જો બની શકે તો ઓછી ઉંચાઈ વાળી બિલ્ડિંગની નીચે ઉભા રહો.
  • મજબૂત છત વાળી કારમાં રહો.
  • બહાર હાજર ધાતુની કોઈપણ વસ્તુની આસપાસ ન ઉભા રહો.
  • બાઈક, વીજપોલ કે ટેલિફોનના થાંભલા, તાર કે મશીનની આસપાસ ન રહો.
  • છત પર લાઇટિંગ સળિયા/અરેસ્ટર અને અર્થિંગ સળિયા સ્થાપિત કરો.
  • લાઈટનિંગ સ્ટ્રાઈકના કિસ્સામાં, ટીવી, લેન્ડલાઈન ફોન અને મોડેમ સાથે જોડાયેલા કેબલને અનપ્લગ કરો.
  • જો શક્ય હોય તો, ઘરની બહાર નીકળતા કોઈપણ કેબલને અનપ્લગ કરો.

 

જો આવું થાય તો સમજજો કે વીજળી પડી શકે છે, આવી રીતે બચો

  • જ્યારે પણ તમારા માથાના વાળ અને રૂંવાડા ઉભા થઈ જાય તો સમજજો કે વીજળી પડવાની છે.
  • તાત્કાલિક નમીને બંને હાથથી પોતાના કાન બંધ કરી લો.
  • પોતાના પગના પંજાના સહારે ઉભડક બેસી જાઓ, ગોઠણ પર કોણી હોવી જોઈએ.
  • આ વાત ધ્યાન રાખવી કે પોતાના શરીરનો બની શકે એટલો ઓછો ભાગ જમીનના સંપર્કમાં રહે.

 

વીજળી પડવાથી ઈજા થાય તો શું કરવું?

  • વીજળી પડવાના કારણે ઈજા થાય તો તેને તાત્કાલિક CPR આપવું જોઈએ.
  • કૃત્રિમ શ્વાસ આપવા જોઈએ.
  • પ્રયત્ન કરવો જોઈએ કે તેને તાત્કાલિક સારવાર મળે અને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવી શકાય.

CDCના 30-30ના નિયમનો અપનાવો

અમેરિકન સ્વાસ્થ્ય સંસ્થા (CDC) કહે છે કે એવા વાતાવરણમાં 30-30નો નિયમ અપનાવો. વીજળી કડકવા અને દેખાવા લાગે તાત્કાલિક 30 સુધી ગણતરી કરતા કરતા કોઈ નાની બિલ્ડિંગની અંદર છૂપાઈ જાઓ. પોતાના તમામ કામ 30 મિનિટ માટે રોકી દો. આ દરમિયાન કોઈ પણ સંજોગોમાં ઇલેક્ટ્રોનિક્સ સાધનોનો ઉપયોગ ના કરો, ના તેની નજીક ઉભા રહો.

આ પણ વાંચો

ADVERTISEMENT

ભારતીય હવામાન વિભાગની પાસે દેશભરમાં લગભગ 30 રડાર છે, જે દર 10 મિનિટમાં હવામાનની અપડેટ આપે છે. ISROના ઉપગ્રહ ઇન્સેટ-3 ડીઆરથી દર 15 મિનિટમાં આપણને એવા વાદળોની માહિતી મળતી રહે છે, જે વીજળી ઉત્પન્ન કરે છે. દેશ હવે સંભાવિત ખતરા અંગે લોકોને સચેત કરવા માટે દર 5 મિનિટમાં વીજળી અંગે 'રિયલ ટાઈમ' માહિતી અપડેટ કરવામાં સક્ષમ છે.

12 રાજ્યોમાં વીજળી પડવાની સૌથી વધુ સંભાવના

ભારતીય હવામાન વિભાગના અનુસાર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં વીજળી પડવાનો પ્રકોપ સૌથી વધુ છે. વિભાગે ભારતમાં 12 એવા રાજ્યોની ઓળખ કરી છે, જ્યાં સૌથી વધુ આકાશી વીજળી પડી છે. જેમાં મધ્યપ્રદેશ પહેલા નંબરે છે. ત્યારબાદ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિસા છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT