ભારતમાં 50 ટકા લોકો શારીરિક રીતે એક્ટિવ નથી, 1 કલાક પણ કસરત નથી કરતા, સર્વેમાં ખુલાસો

ADVERTISEMENT

પ્રતિકાત્મક તસવીર
physical activity
social share
google news

Indian adult physically inactive: કસરત કરવાથી આપણું શરીર ફિટ અને સ્વસ્થ રહે છે એટલું જ નહીં પરંતુ આજની ભાગદોડ ભરી લાઈફમાં મન પર પણ તેની સકારાત્મક અસર પડે છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું રહે છે, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થાય છે, અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે. વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફિટ ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરી હતી જેથી કરીને લોકોને શારીરિક પ્રવૃત્તિઓનું મહત્વ સમજાવી શકાય. પરંતુ લેન્સેટના તાજેતરના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે 2022માં ભારતમાં લગભગ 50 ટકા પુખ્ત વયના લોકો શારીરિક રીતે સક્રિય ન હતા.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં પુરુષો (42 ટકા) કરતાં વધુ મહિલાઓ (57 ટકા) શારીરિક રીતે સક્રિય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સહિત સંશોધકોની એક આંતરરાષ્ટ્રીય ટીમે જણાવ્યું હતું કે, ઉચ્ચ આવક ધરાવતા એશિયા પેસિફિક ક્ષેત્ર પછી દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં શારીરિક રીતે અયોગ્ય પુખ્ત વયના લોકો બીજા ક્રમે છે. વૈશ્વિક સ્તરે, એવું જાણવા મળ્યું છે કે લગભગ એક તૃતીયાંશ પુખ્ત વયના લોકો (31.3 ટકા) શારીરિક પ્રવૃત્તિમાં જોડાતા નથી.

શારીરિક રીતે નિષ્ક્રિય કોને કહેવાય છે?

2018 માં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દુનિયાભરમાં એક એક્શન પ્લાન લોન્ચ કર્યો હતો જેથી શારીરિક પ્રવૃત્તિમાં સુધારો કરી શકાય અને બિન-ચેપી રોગોને રોકવા માટે પ્રયાસ કરી શકાય. WHO અનુસાર, જો કોઈ પુખ્ત વ્યક્તિ અઠવાડિયામાં 150 મિનિટથી ઓછી શારીરિક પ્રવૃત્તિ કરતી હોય અને જો કોઈ કિશોર અઠવાડિયામાં 60 મિનિટથી ઓછી શારીરિક પ્રવૃત્તિ કરતો હોય, તો તેનો અર્થ એ છે કે તેની શારીરિક પ્રવૃત્તિ અપૂરતી છે અને તેને કસરત અને શારીરિક પ્રવૃત્તિમાં વધારો કરવાની જરૂર છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

2030 સુધીમાં 60 ટકા ભારતીયો અનફિટ થઈ જશે

અભ્યાસમાં જાણવા મળ્યું કે 2010 માં, વિશ્વભરમાં ફક્ત 26.4 ટકા પુખ્ત વયના લોકો શારીરિક રીતે નિષ્ક્રિય હતા. અને જો 2010-2022નો ટ્રેન્ડ ચાલુ રહેશે, તો શારીરિક પ્રવૃત્તિમાં 15 ટકા સુધારો કરવાનો વૈશ્વિક ધ્યેય એક સપનું જ રહી જશે.

સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે ભારતમાં 2000માં 22 ટકાથી વધુ પુખ્ત વયના લોકો શારીરિક પ્રવૃત્તિમાં સામેલ નહોતા, જ્યારે 2010માં આ આંકડો વધીને લગભગ 34 ટકા થયો હતો. તેઓએ અનુમાન લગાવ્યું હતું કે જો વર્તમાન ટ્રેન્ડ ચાલુ રહેશે, તો 2030 સુધીમાં, 60 ટકા પુખ્ત વયના લોકો શારીરિક રીતે અનફિટ થઈ હશે.

ADVERTISEMENT

ટીમે એ પણ જાણ્યું કે વિશ્વભરમાં, વૃદ્ધ વયસ્કો, પુરુષો અને સ્ત્રીઓ બંને, જેમની ઉંમર 60 વર્ષ અથવા તેનાથી વધુ છે, તેમની શારીરિક એક્ટિવિટીમાં જોડાવાની સંખ્યા ઝડપથી ઘટી રહી છે.

ADVERTISEMENT

વ્યાયામ ન કરવાના ગેરફાયદા

એવું માનવામાં આવે છે કે શારીરિક રીતે નિષ્ક્રિય રહેવાથી ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ વધે છે. ધી લેન્સેટ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રિનોલોજી જર્નલમાં પ્રકાશિત 2023ના ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ-ઈન્ડિયા ડાયાબિટીસ (આઈસીએમઆર-ઈન્ડિયા ડાયાબિટીસ)ના અભ્યાસનો અંદાજ છે કે 2021માં ભારતમાં 10 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત હતા અને લગભગ 31 કરોડ લોકોને હાઈ બ્લડ પ્રેશર હોવાનું નિદાન થયું હતું. વધુમાં, અભ્યાસ મુજબ 25 કરોડ લોકો મેદસ્વી હોવાનો અને 18.5 કરોડ લોકોમાં એલડીએલ અથવા 'ખરાબ' કોલેસ્ટ્રોલનું ઉચ્ચ સ્તર હોવાનો અંદાજ છે.

    follow whatsapp

    ADVERTISEMENT