VIDEO: 33 કરોડ રૂપિયાનો જેકપોટ જીતવાની ખુશીમાં વ્યક્તિને આવ્યો હાર્ટએટેક

ADVERTISEMENT

Singapore Casino Jackpot
કેસિનોમાં 33 કરોડ જીતતા જ આવ્યો હાર્ટ એટેક
social share
google news

Singapore Casino Jackpot: કહેવાય છે કે વધારે ખુશ થવા પર આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. પરંતુ એક શખ્સ એટલો ખુશ થયો કે તેના દિલના ધબકારા જ બંધ થઈ ગયા. આ ઘટના સિંગાપોરની છે. સિંગાપોરમાં એક કેસિનોમાં એક શખ્સ એટલા રૂપિયા જીત્યો કે તેનાથી ખુશી સહન જ ન થઈ અને તેને હાર્ટ એટેક આવી ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના 22 જૂનના રોજ સિંગાપોરના મરિના બે સેન્ડ્સ કેસિનોમાં બની હતી.

મચ્યો હડકંપ, જુઓ વીડિયો

ધ મિરરના રિપોર્ટ મુજબ, 3.2 મિલિયન પાઉન્ડ (એટલે કે અંદાજે 33 કરોડ રૂપિયા)નો જેકપોટ જીતતાની સાથે જ શખ્સ હવામાં કૂદવા લાગ્યો. પરંતુ બીજી જ ક્ષણે તે બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો. આ દરમિયાન કેસિનો માં હાજર લોકો અને કર્મચારીઓમાં દોડાદોડી થઈ ગઈ. વાયરલ વીડિયોમાં આ શખ્સની સાથે આવેલી મહિલાને જોર-જોરથી રડતા અને મદદ માટે વિનંતી કરતા જોઈ શકાય છે.

હોસ્પિટલમાં આપવામાં આવી સારવાર

આ ઘટના બાદ કેસિનોનો સ્ટાફ આ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ ગયો, જ્યાં તેને તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી, અત્યારે આ વ્યક્તિની હાલ સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  વ્યક્તિના મૃત્યુને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ અફવાઓ ઉડાવવામાં આવી હતી, જેને કેસિનોના પ્રવક્તાએ નકારી કાઢી છે. પ્રવક્તાએ કહ્યું હતું કે આ પ્રકારના મીડિયા રિપોર્ટ્સે વ્યક્તિના પરિવારને કેટલી તકલીફો પહોંચાડી છે તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી. 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT