ચોરી કરવા ઘરમાં ઘુસેલા ચોરે પતિ-પત્નીના અંગત પળોનો વીડિયો ઉતાર્યો, પછી માંગ્યા 10 લાખ

ADVERTISEMENT

Crime News
ચોરની કરતૂતથી પતિ-પત્ની ચોંક્યા
social share
google news

Crime News: સિવિલ સર્વિસ પરીક્ષામાં નિષ્ફળતા મળી તો એક યુવકે ચોરીને પોતાનો બિઝનેસ બનાવી લીધો. આ યુવક થોડા દિવસ અગાઉ ચોરી કરવાના ઈરાદાથી એક ઘરમાં ઘુસી ગયો હતો, પરંતુ ચોરી કરવાને બદલે તેમણે પલંગ પર અંગત પળો માણી રહેલા પતિ-પત્નીના વીડિયોને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો અને પછી વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને 10 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો. જોકે, પતિ-પત્નીએ આરોપી સામે કેસ નોંધાવ્યો છે.

સરકારી નોકરી ન મળી તો ચોરી કરવા લાગ્યો

આ આખો મામલો છત્તીસગઢના દુર્ગનો છે. પોલીસે જણાવ્યું કે, વિનય કુમાર સાહુ (28)એ સરકારી નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને PSCની પરીક્ષાઓ પણ આપી હતી, પરંતુ તે દર વખતે નિષ્ફળ રહ્યો હતો. આનાથી નારાજ સાહુએ ચોરી કરવાનું શરૂ કરી દીધું અને તેણે તેના વિસ્તારામાં આવેલી શાકભાજી માર્કેટમાં આવતા ગ્રાહકોના મોબાઈલ ફોન ચોરી કરવાનું શરૂ કર્યું. સાથે જ તે નાની-મોટી ચોરીઓ પણ કરવા લાગ્યો. તે ફક્ત પોતાના જાણીતા વિસ્તારમાં વારંવાર ચોરીને અંજામ આપતો હતો.

અગાઉ બે વખત આ ઘરમાં કરી ચોરી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દુર્ગના અહિવારા વિસ્તારમાં આરોપી વિનય સાહુએ જે દંપતીના અંગત પળોનો વીડિયો ઉતાર્યો, તેમના ઘરમાં તેણે અગાઉ પણ બે વખત ચોરી કરી હતી અને તેને વિશ્વાસ હતો કે ત્રીજી વખત પણ તે ખાલી હાથે પાછો નહીં ફરે.

આ પણ વાંચો

ADVERTISEMENT

દંપતીનો ઉતારી લીધો વીડિયો

જેના કારણે થોડા દિવસ અગાઉ રાતે આ ઘરમાં ઘુસ્યો હતો અને ચોરી કરવા માટે કંઈક શોધી રહ્યો હતો, ત્યારે તેની નજર એકબીજા સાથે અંગત પળો વિતાવી રહેલા દંપતી પર પડી હતી. ત્યારે તે છુપાઈને એક જગ્યાએ ઊભો રહ્યો અને ચોરેલા ફોનમાં પતિ-પત્નીનો વીડિયો ઉતારી લીધો. 

વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

બીજા દિવસે સવારે જ્યારે એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર વીડિયો આવ્યો ત્યારે પતિ-પત્ની આશ્ચર્યચકિત થઈ ગયા. આ પછી 10 લાખ રૂપિયા આપવાનો ફોન આવ્યો અને જો 10 લાખ રૂપિયા આપવામાં નહીં આવે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી. 

ADVERTISEMENT

પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

જે બાદ દંપતી તાત્કાલિક પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને 10 લાખ રૂપિયા માંગનાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સુધી પહોંચવા અને તેની ધરપકડ કરવા માટે સ્પેશિયલ ટીમ બનાવી હતી. સાયબર સેલને મોબાઈલ નંબર ટ્રેક કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી પોલીસ ટીમે તત્પરતા દાખવી આરોપીની ધરપકડ કરી હતી.

ADVERTISEMENT

પોલીસે કરી ધરપકડ

જ્યાં સુધી પોલીસે તેની ધરપકડ કરી ત્યાં સુધી આરોપી તે જ મોબાઈલ અને તે જ નંબરનો ઉપયોગ કરતો હતો. પોલીસે તેની પાસેથી ચોરીના ત્રણ મોબાઈલ સીમકાર્ડ અને હેન્ડસેટ કબજે કર્યા હતા. કપલની અંતરંગ પળોનો વીડિયો ડિલીટ કર્યો હતો. 
 

    follow whatsapp

    ADVERTISEMENT