Nitin Gadkari ના વધુ એક નિવેદનથી ખળભળાટ, લોકોએ ખૂબ જ વખાણ્યું પણ ટોલ એજન્સીને રેલો!

ADVERTISEMENT

Nitin Gadkari
Nitin Gadkari
social share
google news

Nitin Gadkari's advice to highway agencies: ભારતના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ દેશની હાઈવે એજન્સીઓને કડક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, જો રસ્તા સારા નથી તો તેના પર ટોલ વસૂલવાનું બંધ કરી દેવુ જોઈએ. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઘણા અહેવાલો સામે આવી રહ્યા છે કે ઘણા હાઇવેની હાલત ખૂબ જ ખરાબ છે, પરંતુ ત્યાં ભારે ટોલ વસૂલવામાં આવી રહ્યો છે.

નીતિન ગડકરીનું વધુ એક નિવેદન

નીતિન ગડકરીએ તાજેતરના એક કાર્યક્રમમાં કહ્યું કે, NHAI ના નેતૃત્વમાં દેશની હાઇવે એજન્સીઓ રોડ પ્રોજેક્ટ પૂર્ણ થતાંની સાથે જ ટોલ વસૂલવાની ઉતાવળમાં છે. ગડકરી ઈચ્છે છે કે એજન્સીઓ પહેલા સારી ગુણવત્તાની સેવા સુનિશ્ચિત કરે અને પછી જ ટોલ વસૂલવાનું શરૂ કરે. નોંધનીય છે કે NHAIએ આ મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ ફીમાં 5 ટકાનો વધારો કર્યો છે.

'હું ધારાસભ્યનો દીકરો છું, તું ગમે એને કઈ દે જા...', યુવકે કંડક્ટરનો કોલર પકડીને રોફ જમાવ્યો!

ટોલ વસૂલતી હાઈવે એજન્સીઓ પર ગડકરીનો પ્રહાર

ગડકરીએ તૂટેલા અથવા અધૂરા રસ્તાઓ પર ટોલ વસૂલતી હાઈવે એજન્સીઓ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, તમે સારી ગુણવત્તાનો રોડ બનાવ્યા પછી જ ટોલ વસૂલ કરો. જો તમે ખાડા અને માટીવાળા રસ્તાઓ પર ટોલ વસૂલશો તો લોકો ગુસ્સે થશે. મુંબઈ-ગોવા હાઈવે (MH66)ની હાલત જોતાં તેમના શબ્દો મહત્વપૂર્ણ બની જાય છે, જ્યાં પુનઃનિર્માણ પછી પણ અનેક ખાડાઓ દેખાય છે. મંત્રીએ હાઈવે એજન્સીઓને બસો પાસેથી ટોલ વસૂલવાના તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા પણ વિનંતી કરી છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

FASTag સિસ્ટમથી કમાણી વધશે

નીતિન ગડકરીના જણાવ્યા મુજબ, નવી GPS-આધારિત ટોલ કલેક્શન સિસ્ટમની રજૂઆત અને જૂની FASTag સિસ્ટમને દૂર કર્યા પછી ભારતીય હાઇવે પરથી ટોલ કલેક્શનમાં ઓછામાં ઓછા રૂ. 10,000 કરોડનો વધારો થવાની ધારણા છે. નવી GPS-આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ ભૌતિક ટોલ પ્લાઝાનું સ્થાન લેશે. તે હાઈવેનો ઉપયોગ કરતા વાહનો પાસેથી ચોક્કસ અંતરના આધારે ટોલ વસૂલશે.

    follow whatsapp

    ADVERTISEMENT