ગુજરાતનો આ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર, કેસમાં વધારો થતાં આરોગ્ય તંત્ર થયું દોડતું

ADVERTISEMENT

colera News
ગુજરાતના આ શહેરમાં કોલેરાએ માથું ઉચક્યું!
social share
google news

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. જોકે, હજુ સુધી જોઈએ એવો વરસાદ પડ્યો નથી. ત્યારે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રોગચાળો વકરી રહ્યો છે. ગાંધીનગર બાદ હવે આણંદ શહેરમાં કોલેરા ફેલાયો છે. જેના કારણે તંત્ર એક્શનમાં આવ્યું છે અને આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. 

આણંદ શહેર કોલેરાગ્રસ્ત જાહેર

અગાઉ સોજીત્રા અને પેટલાદ તાલુકાના ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા હતા, હવે આણંદ શહેરને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયું છે. આણંદ શહેરમાં ઝાડા-ઉલટીના અનેક કેસ સામે આવ્યા હતા. જેમાંથી બે કેસ કોલેરા પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. 

તંત્ર એક્શન મોડમાં આવી ગયું

આણંદ શહેરમાં કોલેરાનો કહેર જોવા મળી રહ્યો છે. આણંદ શહેરમાં દર્દી સામે આવતા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા છે. ઈસ્માઈલનગર, પાઘરીયા, મેલડીમાતા મંદિર, મંગળપુર સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે. તેથી તંત્ર દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

ગાંધીનગરમાં નોંધાયા હતા કોલેરાના કેસ

આપને જણાવી દઈએ કે, આ પહેલા ગાંધીનગર જિલ્લાના દહેગામ, કલોલ, ચિલોડા, શિહોરી અને પેથાપુરમાં કોલેરાના કેસ નોંધાયા હતા. પીવાના પાણીની લાઈનમાં ગટરના દુષિત પાણી ઘુસી જવાના કારણે કોલેરા ફેલાયો હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું હતું. જેને પગલે આરોગ્ય વિભાગે સતર્ક થઈને 10થી વધુ ટીમો દ્વારા ઘરે ઘરે ફરીને આરોગ્યની ચકાસણી શરુ કરી દીધી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT