Breaking News: રોંગ સાઈડમાં વાહન ચલાવતા નહીં બાકી થશો જેલ ભેગા, અમદાવાદ પોલીસનો કડક નિયમ

ADVERTISEMENT

Ahmedabad Police
Ahmedabad Police
social share
google news

Latest Ahmedabad News: રાજ્યમાં વધતાં અકસ્માતોના કેસને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવે છે. આવતીકાલથી 10 દિવસ સુધી ડ્રાઈવ યોજાશે. જેમાં રોંગ સાઈડ વાહન ચલાવતા વાહનચાલકોને ફક્ત દંડ કરવામાં નહીં આવે પરંતુ વાહનચાલક સામે પોલીસ કેસ કરવામાં આવશે.


વાહનચાલકો આ વાંચી લેજો

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી 30 જૂન સુધી રોંગ સાઈડ માટેની ડ્રાઇવ યોજવામાં આવશે.શહેરમાં બનતા અકસ્માતોને લઈને ડ્રાઇવ યોજવામાં આવશે.શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સાથે મળીને ડ્રાઇવ યોજવામાં આવશે.આ ડ્રાઇવ દરમિયાન રોંગ સાઈડમાં વાહન ચલાવનાર વાહનો ચાલકોને પકડીને તેમની સાથે કલમ 279 અને 184 મુજબ ગુનો નોધવામાં આવશે.આ ગુનામાં વાહન ચાલકની ધરપકડ પણ કરવામાં આવશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ટ્રાફિક જેસીપી એન.એન ચૌધરીનું નિવેદન

ટ્રાફિક જેસીપી એન.એન ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરમાં અકસ્માતોના બનાવ ઘટાડવા માટે ડ્રાઇવ યોજવામાં આવશે.આ ડ્રાઇવ શહેરના એસ.જી હાઇવે સહિતના મોટા રસ્તાઓથી શરૂ કરવામાં આવશે ત્યારબાદ અંદરના રસ્તાઓ પર પણ ડ્રાઇવ યોજાશે.ડ્રાઇવ દરમિયાન વાહન ચાલકોને દંડવાની જગ્યાએ કેસ કરવામાં આવશે.વાહન ચાલકોએ પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT