વંદો-દેડકો-ઉંદર..., ખાણી-પીણીમાં નીકળતા જીવ-જંતુઓથી બચવા આ કામ ફરજિયાત કરવું

ADVERTISEMENT

food items
ખાણી-પીણીની વસ્તુઓ
social share
google news

છેલ્લા કેટલાક દિવસોથી ખાણી-પીણીમાં જીવ-જંતુઓ નિકળવાની ઘટનાઓ વધારે બની રહી છે. છેલ્લા બે અઠવાડિયામાં વિવિધ રાજ્યોમાંથી ભોજનમાં ક્યાંકથી મરેલી ગરોળી, દેડકો, ઉંદર, વંદો, કાનખજૂરો, સાપ, બ્લેડ અને ફૂગ સહિતની વસ્તુઓ નીકળી રહી છે. આવી સ્થિતિમાં હવે શું ખાવું અને શું ઓર્ડર આપવો તે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. આ સાથે લોકો બહારનું ખાવામાં ડરી રહ્યા છે. આ વચ્ચે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા લોકોએ આરોગ્યની જાળવણી માટે રાખવાની તકેદારીઓ અંગે માહિતી આપવામાં આવી છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી કોશિયા દ્વારા આ અંગે કેટલાક સૂચનો કરાયા છે.

કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. હાલમાં દૈનિક સમાચાર પેપરોમાં “ખાદ્ય ચીજ વસ્તુ/તૈયાર ખોરાકમાં વંદો-દેડકા-ઉંદર  તથા અન્ય જીવ જંતુઓ મળી આવે છે તેવા સમાચાર પ્રસિદ્ધ થયેલ છે. ત્યારે લોકોને સજાગ કરવામાં આવે છે.

શાકભાજી જેવી વસ્તુઓનો સંગ્રહ ન કરવો

• હાલની ચાલતી ઉનાળાની સીઝનનાં કારણે જીવ જંતુઓનો ઉપદ્રવ ખુબ જ વધેલ છે. જેના કારણે હોટલ -રેસ્ટોરન્ટ -ધાબામાં ખોરાક બનાવવાની જગ્યાએ રસોડામાં ખાદ્ય ચીજ વસ્તુઓ બનાવ્યા બાદ યોગ્ય રીતે જાળવણી ન કરવામાં આવે તો  અથવા તે બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા રો મટીરિયલ્સ (ખાસ કરીને શાકભાજી)ને યોગ્ય રીતે સાફ કે  સંગ્રહ ન કરવામાં આવે તો આવા બનાવો બનવાની શક્યતાઓ વધી જાય  છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ખાણી-પીણીના વેપારીઓ નિયમોનું પાલન ન કરે તો લાયસન્સ રદ 

• જે માટે આ તંત્ર દ્વારા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબાઓને ફૂડ સેફટી & સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006 અને તે અન્વયેના ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ (લાયસન્સીગ & રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન, 2011ના શિડ્યુલ -IV મુજબની  હાયજીન & સેનીટેશનની જોગવાઇઓનુ પાલન થાય તે માટે ઇન્સપેકશન કરી જરૂર પડે ઇમ્પ્રુવમેંટ નોટીસ આપવામાં આવે છે. જો આ નોટીસની સુચનાઓનુ  પાલન ન કરવામા આવે તો લાયસન્સ/રજીસ્ટ્રેશન  રદ કરી પેઢીને જાહેર હિતમાં બંધ કરાવવામાં આવે છે અને ફુડ સેફ્ટી કાયદાની કલમ-56 હેઠળ રૂ. એક લાખ દંડની જોગવાઇ કાયદામાં કરવામાં આવેલ છે.  

ખાણી-પીણીના વેપારીઓએ સતત રસોડાની સફાઈ કરાવવી

• તૈયાર ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવી પિરસતા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબા-કેંટીન -ભોજનાલયો ચલાવતા વેપારીઓની છે. જે માટે તેઓએ રસોડાની સાફ સફાઇ સતત કરાવવી, બારીઓ અને એક્જોહસ્ટ પંખા પર નેટથી કવર કરવા, દરવાજામાં જીવ જંતુઓ પ્રવેશ ન કરે તે માટે કવર કરવા, યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા, ડ્રેનેજ સીસ્ટમને કવર કરવી, ઓથરાઇઝ એજન્સી પાસે સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવવી તથા તેનો રેકર્ડ સાચવવો ... વિગેરે જેવી બાબતોનુ ખાસ તકેદારી રાખવાની રહે છે.  

ADVERTISEMENT

હોટલ-રેસ્ટોરન્ટ-ઢાબાના રસોડાની સ્વચ્છતા જોઈને જમો

• ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ઢાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ તંત્ર ધ્વારા હાઇજીન રેટીંગ સ્કીમ હેઠળ હોટલ-રેસ્ટોરન્ટ-ઢાબાઓને હાઇજીન અને સેનીટેશન બાબતે થર્ડ પાર્ટી  ઓડીટ કરી તાલીમ આપી રાજ્યમાં  હોટલ/રેસ્ટોરન્ટના હાયજીન રેટિંગ કરવામાં આવેલ છે જેના થકી ગ્રાહકોને હોટલ ની પસંદગી કરી શકે છે. 

ADVERTISEMENT

જો ખોરાકમાં જીવ જંતુ મળી આવે તો આ નંબર પર ફોન કરો

• જો કોઇ ગ્રાહકને તેઓને પીરસેલા કોઇ ખોરાકમાં જીવ જંતુઓ મળી આવે તો તેઓએ જેતે કોર્પોરેશન /જીલ્લાની ફુડ વિભાગની ઓફીસનો ફરિયાદ કરી શકાય છે.વધુમા રાજ્ય કક્ષાએ કાર્યરત ફુડ સેફ્ટી હેલ્પડેસ્કના ટોલ ફ્રી નબર: 18002335500, 14435 તથા મોબાઇલ નંબર 9099013116, 9099012166 અથવા હેલ્પ ડેસ્કના ઇ-મેઇલ helpdesk.fdca@gmail.com પર ફરિયાદ નોંધાવી શકાય છે. 

    follow whatsapp

    ADVERTISEMENT