વધુ એક ભ્રષ્ટ 'બાબુ' પર ચાલ્યો દાદાનો દંડો! લાંચ કાંડમાં ફસાયેલા અધિકારીને ફરજિયાત નિવૃત્ત આપી દેવાઈ

ADVERTISEMENT

CM ભૂપેન્દ્ર પટેલની તસવીર
CM Bhupendra Patel
social share
google news

Gujarat Government: ગુજરાત સરકારમાં વધુ એક ભ્રષ્ટ સરકારી બાબુ પર દાદાનો ડંડો ચાલ્યો છે. સહકારી મંડળીઓના સંયુક્ત રજીસ્ટ્રાર મનોજ લોખંડેની નિવૃત્તિ પહેલા સેવામાંથી મુક્ત કરીને હકાલપટ્ટી કરવામાં આવી છે. તેમની સામે ચાલી રહેલા ખાતાકીય તપાસના રિપોર્ટ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા અધિકારીને ફરજિયાત નિવૃત્તિ આપી દેવાતા તે ચર્ચાનો વિષય બન્યો છે.

હોદ્દાનો દુરુપયોગ કરી ગેરરીતિ આચરી

મનોજ લોખંડે વિરુદ્ધ ભૂતકાળમાં એસીબીએ લાંચ લેવાના કેસ કર્યા હતા અને તેમને સસ્પેન્ડ પણ કરાયા હતા. જોકે બાદમાં ફરજ પર ફરી હાજર થયા બાદ પણ તેમના સામે લાંચનો બીજો કેસ થયો હતો. સહકારી મંડળીઓમાં પણ પોતાના હોદ્દાનો દૂરુપયોગ કરીને ગેરરિતી સામે આવતા ખૂબ સરકાર દ્વારા હવે તેમની વિરુદ્ધમાં પગલાં લેવાયા છે. સરકારી સેવા પ્રત્યે નિષ્ઠાનો અભાવ અને અધિકારી તરીકેની કામગીરીમાં ઇમાનદારી પૂર્વક કામ ન કરવાના કારણે તેમને સેવામાંથી અપરિપક્વ નિવૃત કરવામાં આવ્યા છે.

ભ્રષ્ટાચારના આરોપ છતાં મળ્યું હતું પ્રમોશન

મનોજ લોખંડે રાજકોટમાં જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીમાં કાર્યરત હતા ત્યારે તેમની સામે ACB સામે લાંચનો ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી. જોકે સરકારી સાક્ષી તથા તપાસણી અધિકારીઓ યોગ્ય પુરાવા રજૂ ન કરી શકતા શંકાનો લાભ આપીને તેને નવેમ્બર 2022માં રાજકોટની સેશન્સ કોર્ટે છોડી મૂક્યા હતા. જોકે બાદમાં તેઓ પ્રમોશન પણ અપાયું હતું. જેની સામે પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે પત્ર લખીને રાજ્ય સરકારને તેમની સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT