VIDEO: ભાજપના ગઢમાં AAP નો ઉદય, Amreli નો રાજકીય પવન કઈ દિશામાં?

ADVERTISEMENT

Amreli News
Amreli News
social share
google news

Amreli News: ગુજરાતના રાજકારણમાં આજે વધુ એક નવાજૂની સર્જાઈ છે. બગસરા APMC માં ચેરમેન પદે AAP ના કાંતિ સતાસીયા બિનહરીફ જીત્યા છે. જ્યારે વાઇસ ચેરમેન પદે સંજય રફાળીયાની બિનહરીફ વરણી થઈ છે. કોંગ્રેસ અને આપ પાર્ટીના કુલ 9 સભ્યો હતા અને ભાજપના કુલ 6 સભ્યો હતા જેના કારણે સર્વાનુમત્તે AAP ના કાંતિ સતાસીયા વિજેતા જાહેર કરાયા હતા.

વિરજી ઠુમ્મરે ભજવી ચાવીરૂપ ભૂમીકા 

જોકે, આ જીત ફક્ત આપની ન કહી શકાય કારણ કે તેમની જીત પાછળ કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરની મોટી ભૂમીકા રહેલી છે, તેમણે ચાવીરૂપ ભૂમીકા ભજવી જેના કારણે આ INDIA ગઠબંધન હેઠળ જીત થઈ છે. વિરજી ઠુમ્મરની મહેનતના કારણે ચૂંટણી થઈ અને આપના કાંતિ સતાસીયા બીનહરીફ જાહેર થયા હતા. અમરેલીમાં INDIA ગઠબંધનને ભાજપને મોટું નુકશાન કરાવ્યું છે.

Nitin Gadkari ના વધુ એક નિવેદનથી ખળભળાટ, લોકોએ ખૂબ જ વખાણ્યું પણ ટોલ એજન્સીને રેલો!

અમરેલીમાં AAP મજબૂત 

અમરેલીમાં AAP નું વર્ચસ્વ વધી રહ્યું છે. 2022 ની વિધાનસભા ચૂંટણીમાં પણ પાર્ટીએ દમખમ દેખાડ્યો હતો. ગારીયાધાર વિધાનસભામાં AAP ના સુધીર વાઘાણી જીત્યા હતા. ત્યારબાદ જો ધારી વિધાનસભાની વાત કરવામાં આવે તો 37 હજાર મત સાથે  બીજા ક્રમે જોવા મળી હતી. ધારીમાં કોંગ્રેસ કરતા AAP નું પ્રભુત્વ વધતું જાય છે. 2022 અમરેલી વિધાનસભામાં AAP ના રવિ ધાનાણીને 26 હજાર મત મળ્યા હતા, આ સિવાય લાઠી વિધાનસભામાં પણ 26 હજારથી વધુ મત AAP ને મળ્યા હતા. એટલે આમ જોવા જઈ તો અમરેલીની ચાર વિધાનસભા બેઠક પણ AAP એ પોતાનું દમખમ બતાવી દીધું છે અને તેમની એક બેઠક તો જીતી પણ હતી. જોકે, 2022 માં રાજુલા, મહુવા અને સાવરકુંડલા વિધાનસભામાં AAP ફ્લોપ શૉ જોવા મળ્યો હતો.  

આ પણ વાંચો

ADVERTISEMENT

AAP થી ખતરો કોને ? 

  • AAP ના આવવાથી વિધાનસભા 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકસાન
  • જોકે મુદ્દાની વાત એવી છે કે આપ-કોંગ્રેસ ભેગા મળીને લોકસભામાં મેદાને ઉતાર્યા છતાં લોકસભા 2024 કોંગ્રેસને કોઈ પણ ફાયદો ન થયો
  • હવે કોંગ્રેસે જ સપોર્ટ કરી AAP ના કાંતિ સતાસીયાને બનાવ્યા ચેરમેન 
  • અમરેલીમાં વિધાનસભા 2022 માં કોંગ્રેસ અને આપની લડાઈનો ફાયદો ભાજપને થયો હતો 
  • કારણ કે ભાજપને નુકશાન ન કરતાં AAP એ કોંગ્રેસના મત જ તોડયા હોવાનું જોવા મળી રહ્યું છે

 

    follow whatsapp

    ADVERTISEMENT