નદી-નાળા છલકાશે...પુરની સ્થિતિ સર્જાશેઃ અંબાલાલ પટેલે કરી 'અતિભારે' આગાહી, કહ્યું- આ તો હજુ શરૂઆત છે

ADVERTISEMENT

 Ambalal Patel Rain Forecast
ગુજરાતીઓ સાવધાન!
social share
google news

Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સાચી પડી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રવિવારે મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગામી 2 દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

'સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે'

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે. લૉ પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમના જણાવ્યા અનુસાર, આવતીકાલે એટલે કે 1 જુલાઈના રોજ મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. 

5થી 12 જુલાઈએ પડશે અતિભારે વરસાદ: અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલે જણાવ્યું કે, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે. જેથી 5થી 12 જુલાઈ દરમિયાન ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી શકે છે. કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે. તેમણે કહ્યું કે, આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

'દક્ષિણ ગુજરાતમાં સર્જાઈ શકે છે પુરની સ્થિતિ'

તેમણે જણાવ્યું છે કે, જુલાઈના પહેલા સપ્તાહ અને બીજા સપ્તાહમાં 8થી 12 જુલાઈના રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ શકે છે. 

હવામાન વિભાગે શું કરી છે આગાહી?

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી, બોટાદમાં ઓરેન્જની આગાહી છે, જ્યારે બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT