Junagadh: ભાજપ સાંસદની ગોળ ગોળ વાતો, પહેલા ધમકી અને પછી...! શું જનતા મૂર્ખ છે?

ADVERTISEMENT

Junagadh News
Junagadh News
social share
google news

Junagadh News: લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા સાંસદનો ખુલ્લેઆમ ધમકી આપતો વીડિયો સામે હતો, જો વીડિયો સામે આવતા જ હોબાળો થયો અને તેના કારણે તેમણે તરત જ યુ-ટર્ન પણ લઈ લીધો હતો.

પહેલા ભાજપ સાંસદ શું કહ્યું હતું

લોકસભાની ચૂંટણીમાં વિજેતા થયા બાદ ગીર-સોમનાથ જિલ્લાની તલાલા વિધાનસભા બેઠકના પ્રાચી મુકામે સાંસદ રાજેશ ચુડાસમાનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. જોકે આ દરમિયાન ભાજપના સાંસદે સ્ટેજ પરથી સંબોધન કરતા વિવાદિત નિવેદન આપ્યું હતું. સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું કે, છેલ્લી બે ટર્મના 10 વર્ષ દરમિયાન તમને જે ખાટા ઓડકારો આવ્યા છે એ હવે આગામી પાંચ વર્ષમાં એકપણ ખાટો ઓડકાર નહીં આવવા દઉં. ભાજપ પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ હું આગામી પાંચ વર્ષમાં મને જે આ ચૂંટણીમાં નડ્યા છે એમને મૂકવાનો નથી. 

Gujarat Rain Live: છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ, જાણો આજે ક્યાં-ક્યાં વરસશે મેઘો

પછી નેતાજીએ લીધો યુ-ટર્ન!

જોકે પછી વાત વધી જતાં અને પ્રેશર આવતા તેમણે ગોળ ગોળ વાતો કરી યુ-ટર્ન લઈ લીધો હતો. તેમણે આ બાબતને સામાન્ય ગણાવી કહ્યું કે, તેનો એવો કોઈ મતલબ ન હતો, જે લોકો રાજકારણમાં ન હોય અને પોતાના કામ માટે આવતા હોય તેના માટે આ પ્રકારની વાત હતી. આ લોકો  વિરોધમાં રહ્યા હોય માટે દુઃખ થયું તેથી બોલાઈ ગયું હતું. મારુ આ નિવેદન કોઈ રાજકીય નેતા માટે ન હતું. ભગવાનજી બારડએ  મને દીકરાની જેમ મદદ કરી છે એટલે એમના વિરોધમાં બોલવાની તો કોઈ વાત જ નથી. બાકી બધી અફવાઓથી દૂર રહેવું આ રીતે તેમણે પોતાની વાતને વાળી લીધી હતી અને વધુમાં કહ્યું કે, અફવાઓથી સાવધાન રહેવું.

આ પણ વાંચો

ADVERTISEMENT

રાજેશ ચુડાસમાને મળેલ લીડ

જુનાગઢ - 41,621 ની લીડ
વિસાવદર - 19,558 ની લીડ
માંગરોળ - 305 ની લીડ
સોમનાથ - 17,965 ની લીડ
તાલાલા - 33 ની લીડ
કોડીનાર - 13,642 ની લીડ
ઉના - 41,236 ની લીડ

(ઈનપુટ: ભાર્ગવી જોશી, જુનાગઢ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT