આંધી-ગાજવીજ અને ભારે પવન....આ તારીખથી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, Ambalal Patel ની મોટી આગાહી

ADVERTISEMENT

Ambalal Patel
Ambalal Patel
social share
google news

Ambalal Patel weather forecast: ગુજરાતમાં પહેલા એવી આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે ચોમાસાની એન્ટ્રી 4 દિવસ પહેલા થવાની હતી પરંતુ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પહોંચતા તે નબળું પડ્યું હતું. તેના કારણે જ જૂન મહિનો અડધો પતવા આવ્યો છે છતાં વરસાદનો માહોલ જામ્યો નથી. પરંતુ એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે.  

અંબાલાલ પટેલની મોટી આગાહી

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 23 જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે. ત્યારબાદ ચોમાસું 30 જૂન સુધીમાં  સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. 24 થી 26 જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે. આજથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને 30 જૂન મગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.  અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં સર્વત્ર વરસાદ 24 થી 30 જૂનની વચ્ચે જોવા મળી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર સહિત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આ સિવાય પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાં ઝરમર વરસાદનો માહોલ જોવા મળી શકે છે.

Gujarat Rain Live Updates: આજે દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં-ક્યાં વરસાદ?

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ પડ્યો. જ્યારે વલસાડ શહેરમાં સવા બે ઈંચ, તો સુરતના પલસાણામાં સવા ઈંચ, નવસારી શહેર અને જલાલપોરમાં 1-1 ઈંચ, વાપી, પારડીમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત નવસારીના ચીખલીમાં 20 એમ.એમ, ડાંગ-આહવામાં 13 એમ.એમ, ભરૂચના વાલીયામાં 12 એમ.એમ તો સુરતના ઓલપાડમાં 11 એમ.એમ વરસાદ નોંધાયો. 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT