ગુજરાત સરકારના મંત્રીની લથડી તબિયત, યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ
Bhikhu Sinh Parmar: રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડતા તેઓએને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
Bhikhu Sinh Parmar: રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડતા તેઓને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાંધીનગર ખાતે આવેલા નિવાસસ્થાને ચા-નાસ્તો કર્યા બાદ તેઓનું એકાએક બ્લડ પ્રેશર વધી જતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં ભીખુસિંહને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદની હોસ્પિટલમાં કરાઈ સારવાર
અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં ભીખુસિંહ પરમારની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. સિનિયર ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યારે ભીખુસિંહનું MRI કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની સારવાર હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
કોણ છે ભીખુસિંહ પરમાર?
- ભીખુસિંહ પરમારે રાજકીય સફરની શરૂઆત સરપંચથી કરી હતી, જે બાદ અત્યારે તેઓ રાજ્ય કક્ષાના મંત્રી સુધી પહોંચી ગયા છે. તેઓ અત્યાર સુધીમાં 5 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે.
ADVERTISEMENT
- ભીખુસિંહ પરમારને 4 વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જે બાદ પાંચમી વખતે તેમને જીત મળી અને સાથે મંત્રી પદ પણ મળી ગયું.
- 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેમને મોડાસા સીટથી ટિકિટ આપી હતી. જે બાદ તેઓ પ્રથમવાર ધારાસભ્ય બન્યા અને ભૂપેન્દ્ર પટેલના કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રીઓમાં સ્થાન મળ્યું.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT