અમરેલી પોલીસ વિભાગમાં મોટો ફેરફારઃ એક સાથે 18 PSIની કરી દેવાઈ બદલી, જુઓ આખી યાદી
Amreli News: ગાંધીનગર અને સુરત બાદ હવે અમરેલી પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
Amreli News: ગાંધીનગર અને સુરત બાદ હવે અમરેલી પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના એક સાથે 18 PSIની અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં બદલીનો ઓર્ડર ફાટ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે PSIની બદલી કરવામાં આવી છે તેઓ આજે સાંજ સુધીમાં હાજર પણ થઈ જશે.
ચૂંટણી પૂર્ણ બદલીઓ શરૂ
લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પોલીસ બેડામાં મોટાપાયે બદલીઓ શરૂ થઈ ચૂકી છે. પહેલા ગાંધીનગર ત્યાર બાદ સુરત અને હવે અમરેલીમાં પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. અમરેલીથી લઈ દરિયા કાંઠાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSIની બદલીઓ કરાઈ છે.
કોની-કોની કરાઈ બદલી?
- અમરેલી LCB ના પી.એ જાડેજાની દામનગર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.
- અમરેલી તાલુકા PSI કે.એસ.ડાંગરની અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.
- અમરેલી મહિલા યુનિટના PSI એલ.કે.સોંઢાતરની અમરેલી તાલુકાના વાંકિયા આઉટ પોસ્ટમાં બદલી કરાઈ છે.
- અમરેલી લિવ રિઝર્વ PSI કે.જી.મૈયાની બગસરા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.
- ખાંભાના PSI કે.ડી.હડીયાની રાજુલા બદલી કરવામાં આવી છે
- ખાંભાના PSI આર.એ.રતનની જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.
- સાવરકુંડલા ટાઉન PSI પી.ડી.ગોહિલની વંડા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.
- અમરેલી એ.ઓ.બી.ના PSI એ.આર.છોવાળાની ખાંભા બદલી કરવામાં આવી છે.
- અમરેલી રીડર શાખામાં ફરજ બજાવતા પી.જી.રામાણીની ચલાલા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.
- કંટ્રોલ રૂમ PSI કે.એલ.ગળચરની ડીયા પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે.
- PSI એ.એન.ગાંગણાની સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.
- દામનગર પી.એસ.આઈ.બી.પી.પરમારની સાવરકુંડલા રૂલરમાં બદલી કરવામાં આવી છે.
- PSI આર.આર.ગળચરને સાવરકુંડલા રીડર શાખા ડીવીઝનમા બદલી કરવામાં આવી છે.
- વંડા પોલીસ સ્ટેશનના PSI કે.એમ.મોરીની SOGમાં બદલી કરવામાં આવી છે.
- સાવરકુંડલા ટાઉનના PSI પી.જી.ચોચાની જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.
- અમરેલી અરજી શાખા PSI ડી.બી.મજીઠીયાની રીડર શાખામાં બદલી કરવામાં આવી છે.
- રાજુલા PSI જી.એમ.જાડેજાની સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમા બદલી કરવામાં આવી છે
- અમરેલી એલ.આઈ.બી.એટેચ પ્રોસિક્યુશન સેલ પી.એસ.આઈ. બી.કે.ભટ્ટની અમરેલી એમ.ઓ.બી. એટેસ પ્રોસિક્યુશન સેલમાં બદલી કરવામાં આવી છે.
ADVERTISEMENT
સુરતમાં 41 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરાઈ
આપને જણાવી દઈએ કે, ગઈકાલે સુરતમાં 41 પોલીસ ઈન્સપેક્ટર્સની બદલી કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા સુરતના સલાબતપુરા, ખટોદરા, ચોક બજાર, કાપોદ્રા, અમરોલી, સરથાણા પોલીસ સ્ટેશના પીઆઈની બદલી કરવામાં આવી હતી. કમિશનર દ્વારા એકસાથે 41 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી હતી. જેમાં સરથાણાના સેકન્ડ PI કે.એ ચાવડાની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી હતી. જ્યારે હજીરાના સેકન્ડ PI જી.એસ પટેલની ટ્રાફિક શાખામાં, અમરોલીના PI જે.બી વનારની સિનિયર પીઆઇ અમરોલી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT