iPhone થયા સસ્તા, બજેટ બાદ Appleએ ઘટાડી આટલી કિંમત

Gujarat Tak

ADVERTISEMENT

 iPhone became cheaper
Appleની મોટી જાહેરાત
social share
google news

Iphone New Prices:  Apple એ તેનો આખો પોર્ટફોલિયો સસ્તો કરી દીધો છે. કંપનીએ તેના તમામ મોડલ્સની કિંમતોમાં 3થી 4 ટકાનો ઘટાડો કર્યો છે. એટલે કે ગ્રાહકોને 6000 રૂપિયા સુધીની બચત થશે. આ પહેલીવાર છે, જ્યારે કંપનીએ તેના પ્રો મોડલ્સની કિંમતમાં પણ ઘટાડો કર્યો છે. Appleએ iPhone 13, iPhone 14 અને iPhone 15ની સાથે-સાથે iPhone SEની કિંમતમાં ઘટાડો કર્યો છે.

આ સ્માર્ટફોનને તમે એપલના ઓફિશિયલ સ્ટોર પરથી ઓછી કિંમતે ખરીદી શકશો. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, ટૂંક સમયમાં અન્ય રિટેલ પાર્ટનર પણ તેમના સ્ટોર પર કિંમતો ઘટાડશે.

ભાવમાં કેટલો ઘટાડો થયો?

Appleએ iPhone 13, 14 અને iPhone 15ની કિંમતમાં 300 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જ્યારે iPhone SEની કિંમતમાં 2300 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પ્રો મોડલ્સની વાત કરીએ તો કંપનીએ પોતાના સ્માર્ટફોનની કિંમત 5100 રૂપિયાથી 6000 રૂપિયા સુધી ઘટાડી છે. આ પહેલીવાર છે જ્યારે કંપનીએ પ્રો મોડલ્સની કિંમતમાં ઘટાડો કર્યો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

પ્રો મૉડલ્સને ડિસ્કંટીન્યૂ કરી દે છે કંપની

સામાન્ય રીતે કંપની નવા મૉડલ્સને લૉન્ચ કરતાની સાથે જ તેના પ્રો મૉડલ્સને ડિસ્કંટીન્યૂ કરી દે છે. આ પહેલા ફોનના ડિસ્કંટીન્યૂ થવા પર માત્ર ડિલર્સ જ તેમની ઈન્વેન્ટરીને ક્લિયર કરવા માટે પ્રો મોડલ્સ પર ડિસ્કાઉન્ટ આપતા હતા.

મોબાઈલ ફોન્સ પર ઘટી કસ્ટમ ડ્યુટી

સરકારે મોબાઈલ ફોન્સ અને ઘણા પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટીને 20 ટકાથી ઘટાડીને 15 ટકા કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ જ કારણથી એપલે પોતાના ફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. મોબાઈલ ફોન્સ ઉપરાંત મોબાઈલ PCB પેનલ્સ અને ચાર્જર પર પણ બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે.

ADVERTISEMENT

કેટલી ઘટી કસ્ટમ ડ્યુટી?

અત્યાર સુધી ભારતમાં ઈમ્પોર્ટ કરવામાં આવતા સ્માર્ટફોન્સ પર 18 ટકા GST અને 22 ટકા કસ્ટમ ડ્યુટી લાગતી હતી. તેમાં બેઝિક કસ્ટમ ડ્યુટીનો 10 ટકા સરચાર્જ પણ સામેલ છે. બજેટમાં નવી જાહેરાત બાદ કંપનીઓને આમાંથી રાહત મળી છે.

ADVERTISEMENT

કેટલો ચૂકવવો પડશે GST?

કસ્ટમ ડ્યુટીમાં ઘટાડા બાદ હવે ઈમ્પોર્ટેડ ફોન્સ પર 16.5 ટકા કસ્ટમ ડ્યુટી લાગશે  (જેમાં 15 ટકા બેઝિક કસ્ટમ ડ્યુટી અને 1.5 ટકા સરચાર્જ છે). આ સિવાય 18 ટકા જીએસટી ચૂકવવો પડશે. Apple ભારતમાં વેચાતા મોટાભાગના ફોન્સને લોકલ મોન્યુફેક્ચર કરે છે. માત્ર થોડા જ ફોન્સને આયાત કરે છે, જે હાઈ એન્ડ સ્માર્ટફોન હોય છે.

બજેટમાં નાણામંત્રીએ કરી હતી મોટી જાહેરાત

આપને જણાવી દઈએ કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈએ રજૂ કરેલા બજેટમાં મોબાઈલ ફોન અને ચાર્જર સસ્તા કરવાની જાહેરાત કરી હતી. એપલ પોતાના ગ્રાહકોને આ લાભ આપનારી પ્રથમ કંપની બની છે. કંપનીએ તેના લોકપ્રિય iPhonesની સમગ્ર શ્રેણીની કિંમતમાં 3 થી 4 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. 

    follow whatsapp

    ADVERTISEMENT