Rule Change: ગેસ સિલિન્ડરથી લઈને બેંક ચાર્જ સુધી...1 સપ્ટેમ્બરથી બદલાશે આ 6 મોટા નિયમો; આ કામ વહેલી તકે પતાવી દેજો
1 September rules change: ઓગસ્ટ મહિનો પૂરો થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં નવા મહિનાથી એટલે કે સપ્ટેમ્બર મહિનાથી ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે.
ADVERTISEMENT
1 September Rules Change: ઓગસ્ટ મહિનો પૂરો થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં નવા મહિનાથી એટલે કે સપ્ટેમ્બર મહિનાથી ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડર (LPG Cylinder)ની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધી બધું જ સામેલ છે. તેમજ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (Dearness Allowance) અંગે વિશેષ જાહેરાતો થઈ શકે છે. ચાલો જાણીએ કે સપ્ટેમ્બર મહિનામાં કયા ફેરફારો થઈ શકે છે અને તેની તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે?
LPG સિલિન્ડરના ભાવ
ઘણીવાર એવું જોવા મળે છે કે સરકાર દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરથી લઈને રાંધણ ગેસના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફારની આશા છે. ગયા મહિને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે જુલાઈમાં તેની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો થયો હતો.
ATF અને CNG-PNGના ભાવ
LPG Cylinder ની કિંમતોની સાથે જ ઓઈલ માર્કેટ કંપનીઓ એર ટર્બાઈન ફ્યૂલ (ATF) અને સીએનજી-પીએનજીના ભાવમાં પણ સુધારો કરે છે. આ કારણોસર પહેલી તારીખે આ કિંમતોમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.
ADVERTISEMENT
નકલી કોલ સંબંધિત નિયમો
1 સપ્ટેમ્બરથી ફેક કોલ અને મેસેજ પર લગામ લાગી શકે છે. ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે તે ફેક કોલ અને ફેક મેસેજ પર લગાવ લગાવે. આ માટે ટ્રાઈ (TRAI)એ એક કડક ગાઈડલાઈન જાહેર કરી છે. ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓ જેમ કે Jio, Airtel, Vodafone, Idea, BSNLને કહ્યું કે, 30 સપ્ટેમ્બર સુધીમાં 140 મોબાઈલ નંબર સીરિઝથી શરૂ થતા ટેલીમાર્કેટિંગ કૉલ્સ અને કોમર્શિયલ મેસેજિંગને બ્લોકચેન આધારિત DLT એટલે કે ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરે. એવી અપેક્ષા છે કે 1 સપ્ટેમ્બરથી ફેક કોલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
ક્રેડિટ કાર્ડ સાથે સંબંધિત નિયમ
1 સપ્ટેમ્બરથી HDFC બેંક યુટિલિટી ટ્રાન્ઝેક્શન્સ પર રિવોર્ડ પોઈન્ટ્સની લિમિટ નક્કી કરવા જઈ રહી છે, જેના હેઠળ કસ્ટમર્સ આ ટ્રાન્ઝેક્શન પર દર મહિને માત્ર 2,000 પોઈન્ટ્સ સુધી જ મેળવી શકશે. એચડીએફસી બેંક થર્ડ પાર્ટી એપ દ્વારા એજ્યુકેશનલ પેમેન્ટ કરવા પર કોઈ રિવોર્ડ આપશે નહીં.
ADVERTISEMENT
સપ્ટેમ્બર 2024થી IDFC First Bank ક્રેડિટ કાર્ડ પર ચૂકવવા પાત્ર લઘુતમ રકમ ઘટાડેશે. પેમેન્ટની તારીખ પણ 18થી ઘટાડીને 15 દિવસ કરવામાં આવશે. આ સિવાય એક ફેરફાર છે - 1 સપ્ટેમ્બર, 2024થી UPI અને અન્ય પ્લેટફોર્મ્સ પર પેમેન્ટ કરવા માટે RuPay ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોને અન્ય પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરના ક્રિડિટ કાર્ડનો ઉપયોગ કરનારાની સમાન જ રિવોર્ડ પોઈન્ટ્સ મળશે.
ADVERTISEMENT
મોંઘવારી ભથ્થું
સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે. એવી અપેક્ષા છે કે સરકાર કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરી શકે છે. હાલમાં સરકારી કર્મચારીઓને 50 ટકા મોંઘવારી ભથ્થું (DA) આપવામાં આવે છે, જ્યારે 3 ટકાના વધારા પછી તે 53 ટકા થઈ જશે.
ફ્રી આધાર કાર્ડ અપડેટ
ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. આ પછી તમે આધાર સાથે સંબંધિત કેટલીક વસ્તુઓ ફ્રીમાં અપડેટ કરી શકશો નહીં. 14 સપ્ટેમ્બર પછી આધાર અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે. જોકે, અગાઉ ફ્રી આધાર અપડેટની છેલ્લી તારીખ 14 જૂન 2024 હતી, જે વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી હતી.
ADVERTISEMENT