FASTag Rules માં મોટો ફેરફાર, ટોલ ટેક્સ પર નહીં લાગે લાંબી લાઈનો; RBIએ લીધો મોટો નિર્ણય
New FASTag Rules: ફાસ્ટેગ નિયમોને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. ભારતીય રિઝર્વ બેંકે લોકોની સુવિધા માટે ફાસ્ટેગ એકાઉન્ટને ઈ-મેન્ડટ ફ્રેમવર્કમાં સામેલ કર્યું છે.
ADVERTISEMENT
New FASTag Rules: ફાસ્ટેગ નિયમોને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. ભારતીય રિઝર્વ બેંકે લોકોની સુવિધા માટે ફાસ્ટેગ એકાઉન્ટને ઈ-મેન્ડટ ફ્રેમવર્કમાં સામેલ કર્યું છે. તેનાથી હવે લોકોને ફાસ્ટેગ એકાઉન્ટમાંથી પૈસા ખતમ થવા પર પણ લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે, કારણ કે ફાસ્ટેગ એકાઉન્ટમાં પૈસા તમારા બેંક એકાઉન્ટમાંથી આપમેળે (ઓટોમેટિક) જ ટ્રાન્સફર થઈ જશે.
શું છે ફાસ્ટેગનો નવો નિયમ?
ભારતીય રિઝર્વ બેંકે ગુરુવારે 22 જાન્યુઆરીના દિવસે ઈ-મેન્ડેટ ફ્રેમવર્કમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ ફેરફારની સાથે જ ફાસ્ટેગ અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC)માં ઓટોમેટિક રિચાર્જનો નિયમ લાગુ કરી દીધો છે. આ ઈ-મેન્ડેટ ફ્રેમવર્કમાં આ નિયમ લાવવામાં આવ્યો છે. તમારે જે એકાઉન્ટથી ફાસ્ટેગ એકાઉન્ટમાં પૈસા નાખવાના છે, તેના માટે યુઝરની પાસે 24 કલાક પહેલા જ મેસેજ આવશે. જે બાદ જ કસ્ટમરના એકાઉન્ટમાંથી પૈસા કપાશે.
આ નવા નિયમ હેઠળ તમારે તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં ન્યૂનતમ રકમની એક લિમિટ નક્કી કરવી પડશે. આ લિમિટ પર પહોંચતા જ તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જશે અને તે પૈસા ફાસ્ટેગ એકાઉન્ટમાં આપમેળે જમાં થઈ જશે. તેથી લોકોને ફાસ્ટેગમાં પૈસા નાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
ADVERTISEMENT
ટોલ પ્લાઝા પર નહીં લાગે લાંબી લાઈનો
ટોલ પ્લાઝા પર પહોંચ્યા પછી જે લોકોને જાણવા મળે છે કે તેમના ફાસ્ટેગના એકાઉન્ટમાં પૈસા જ નથી, અથવા જે લોકો ફાસ્ટેગ રિચાર્જ કરવાનું ભૂલી ગયા હતા, તે લોકોને પૈસા ભરવા માટે ટોલ પ્લાઝા પર લાઈનમાં ઉભું રહેવું પડતું હતું. પરંતુ હવે આરબીઆઈના આ નવા ફાસ્ટેગ નિયમને કારણે લોકોને આ સમસ્યામાંથી રાહત મળશે. આ સાથે યુઝરને ફાસ્ટેગ એકાઉન્ટ રિચાર્જ કરવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળી છે.
KYC કરાવવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર
અગાઉ પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા એક નવું અપડેટ જારી કરવામાં આવ્યું હતું. આ નિયમ હેઠળ, જો કોઈ ફાસ્ટેગ યુઝરના એકાઉન્ટને 5 વર્ષ કે તેથી વધુ સમય થઈ ગયો છે, તો તેમણે તેમનું એકાઉન્ટ બદલવું પડશે.
ADVERTISEMENT
આ સિવાય જો કોઈ ફાસ્ટેગ યુઝરના એકાઉન્ટને ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે, તો તેમણે ફરીથી KYC કરાવવું પડશે. જો આમ નહીં કરે તો યુઝરનું એકાઉન્ટ બ્લેકલિસ્ટ કરવામાં આવશે. સરકારે 31 ઓક્ટોબર સુધી KYC કરાવવાની સમયમર્યાદા નક્કી કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT