Team India in ICC Tournament: 10 વર્ષમાં 10 ICC ટૂર્નામેન્ટમાં ભારતની 'હાર'...શું આ વખતે નક્ષત્રો બદલાશે?

Team India in ICC Tournament: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. આ મહત્વપૂર્ણ મેચમાં ભારત 29 જૂને સાઉથ આફ્રિકા સામે ટકરાશે.

ICC Tournament

ICC Tournament

follow google news

Team India in ICC Tournament: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. આ મહત્વપૂર્ણ મેચમાં ભારત 29 જૂને સાઉથ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ બાર્બાડોસના બ્રિજટાઉનમાં કિંગ્સટન ઓવલ સ્ટેડિયમમાં રમાશે. પરંતુ આ પહેલા ચાહકોને ડર લાગવા માંડ્યો છે કે જે રીતે ભારતીય ટીમ છેલ્લા 10 વર્ષથી ICC ટૂર્નામેન્ટના નોકઆઉટમાં ચોકર્સ બની રહી છે તેવી જ રીતે આ વખતે પણ ચોકર્સ ન બની જાય. જોકે, આ વખતે ભારત પાસે ચોકર્સનો ભ્રમ તોડવાની સુવર્ણ તક છે.

છેલ્લા 10 વર્ષમાં ભારતે ગુમાવી 10 ICC ટૂર્નામેન્ટ

ICC ટૂર્નામેન્ટમાં માત્ર સાઉથ આફ્રિકાની ટીમને ચોકર્સના નામથી ઓળખવામાં આવે છે. તે હંમેશા સેમિફાઇનલમાં હારી જાય છે પરંતુ છેલ્લા 10 વર્ષથી ભારતીય ટીમ સાથે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. ટીમે છેલ્લા 10 વર્ષમાં 10 ICC ટૂર્નામેન્ટ રમી છે અને દરેક વખતે તે ટાઇટલ ગુમાવી ચૂકી છે.

ભારતે છેલ્લી ICC ટ્રોફી 2013 માં જીતી હતી

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે છેલ્લી ICC ટ્રોફી 2013માં જીતી હતી. ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. 2013માં તેણે ઈંગ્લેન્ડને તેના હોમ ગ્રાઉન્ડ પર ફાઇનલમાં હરાવીને ટ્રોફી કબજે કરી હતી. ત્યારથી ભારતીય ટીમ ICC ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. ભારતીય ટીમે 2013 થી 2023 સુધી ત્રણેય ફોર્મેટ (ODI, ટેસ્ટ, T20) માં 4 ICC ટૂર્નામેન્ટમાં 10 વખત ભાગ લીધો છે. ભારતીય ટીમની આ 11મી ICC ટૂર્નામેન્ટ છે. ભારતીય ટીમ છેલ્લા 10માંથી 9 વખત ICC ટુર્નામેન્ટના નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થઈ છે. જ્યારે એક વખત (T20 વર્લ્ડ કપ 2021) તેને ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવું પડ્યું હતું. આ સમયગાળા દરમિયાન, ભારતે 9 નોકઆઉટ તબક્કામાં કુલ 13 મેચ રમી, જેમાંથી તેણે 4 જીતી અને 9 હારી છે. ભારતીય ટીમે જીતેલી 4 મેચોમાંથી 3 સેમી ફાઈનલ હતી જ્યારે એક ક્વાર્ટર ફાઈનલ હતી. જો કે ભારતીય ટીમ 9 મેચ હારી છે જેમાંથી 4 સેમીફાઈનલ અને 5 ફાઈનલ હતી.

છેલ્લી 10 ICC ટૂર્નામેન્ટમાં 5 ફાઈનલ રમી છે

આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ભારતીય ટીમ છેલ્લા 10 વર્ષમાં જે 10 ICC ટૂર્નામેન્ટ રમી છે, તેમાં ચેમ્પિયન બનવાની ખૂબ નજીક આવીને પાંચ વખત મેચ હારી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પણ ચોકર્સ બની રહી છે એમ કહેવું ખોટું નહીં હોય. જો કે એક વાત એ છે કે ભારતીય ટીમ 5 વખત ફાઈનલ રમી ચુકી છે. જ્યારે ચોકર્સ આફ્રિકન ટીમ માત્ર સેમીફાઈનલમાં જ હારી રહી છે. આ વખતે તેણે પણ પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમના વર્લ્ડ કપ (ODI-T20) ઈતિહાસમાં આ પ્રથમ ફાઈનલ છે. પરંતુ બીજી તરફ ભારતીય ટીમ પાસે આ વખતે ટાઈટલ જીતીને આઈસીસી ટ્રોફીના દુકાળને ખતમ કરવાની તક છે.

    follow whatsapp