સૌથી મોટા ગુનેગાર કોણ? રાજકોટના અગ્નિકાંડ મામલે SITએ સરકારને સોંપ્યો રિપોર્ટ

રાજકોટ શહેરમાં આવેલા TRP ગેમ ઝોનમાં ગત 25 મે, 2024ના રોજ થયેલા અગ્નિકાંડ મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. અગ્નિકાંડ મામલે SITએ 100 પાનાની તપાસનો રિપોર્ટ આજે સરકારને સુપરત કર્યો છે.

Rajkot Fire

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ

follow google news

Rajkot fire SIT Report : રાજકોટ શહેરમાં આવેલા TRP ગેમ ઝોનમાં ગત 25 મે, 2024ના રોજ થયેલા અગ્નિકાંડ મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. અગ્નિકાંડ મામલે SITએ 100 પાનાની તપાસનો રિપોર્ટ આજે સરકારને સુપરત કર્યો છે. જણાવી દઈએ કે, હાઈકોર્ટમાં આ મામલે સુઓમોટો દાખલ થઈ હતી. 27 મેના રોજ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે 72 કલાકમાં SITનો રિપોર્ટ સોંપવાની વાત કરી હતી. જોકે ઘટનાના 28 દિવસ બાદ SITનો રિપોર્ટ સોંપાયો છે.

રાજકોટ અગ્નિકાંડ મામલે SITએ રિપોર્ટ સરકારને સોંપ્યો

અગ્નિકાંડની તપાસ માટે 3 જૂન 2024ના રોજ SIT(સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી. ત્યારે હવે SITએ તપાસ રિપોર્ટ સરકારને સુપરત કર્યો છે. અગ્નિકાંડ મામલે હજુ પણ SITની તપાસ ચાલુ રહેશે. રાજકોટ દુર્ઘટના બાદ રચાયેલી SIT દ્વારા દુર્ઘટના બનવા પાછળના કારણો શોધવામાં આવ્યા છે. બનાવ કેમ બન્યો? કોણ કારણભૂત? ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે શું કરવું? તે તપાસ કરી છે. SITને બનાવમાં અનેક લોકોની નિષ્કાળજી નજરે આવી છે. પોલીસ, ટાઉન પ્લાનીંગ, ફાયર વગેરેની નિષ્કાળજી માલુમ પડી છે. આ અંગે SIT વડા સુભાષ ત્રિવેદીએ માહિતી આપી છે.

TRP ગેમ ઝોન અગ્નિકાંડના સૌથી મોટા ગુનેગાર કોણ?

SITએ તપાસ અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. SITએ તેના રિપોર્ટમાં ચોંકાવનારાં તારણો રજૂ કર્યાં હતાં. સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીના રિપોર્ટમાં એવું તારણ રજૂ કરાયું હતું કે, 'TRP ગેમિંગ ઝોનમાં આગથી મૃત્યુ પામેલા 27 લોકોનાં મોત માટે મહાનગરપાલિકા, પોલીસ વિભાગ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ જવાબદાર છે. ત્રણેય વિભાગની સંયુક્ત બેદરકારી અને મેળાપીપણામાં આ દુર્ઘટના બની છે. TRP ગેમિંગ ઝોનના માલિકો આ ઘટના માટે સૌથી મોટા ગુનેગાર છે.'

ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે ચાલી રહી છે તપાસ

સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'કોઈપણ વ્યક્તિ આ ગુનામાં સંડવાયેલ છે તેની સામે પગલાઓ ભરાશે. SITની તપાસ હજુ પણ ચાલુ રહેશે. ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે હાલ તપાસ ચાલી રહી છે. કોઈપણ નિર્દોષ વ્યક્તિને દંડવાનો અમારો પ્રયાસ નથી. અમે નિષ્ઠાપૂર્વક અમારી ભૂમિકા અમે ભજવી છે.'

4 IAS અને 1 IPS  અધિકારીની પૂછપરછ કરાઈ

સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, '4 IAS અને 1 IPS  અધિકારીની પૂછપરછ કરવામાં આવી છે. જે અધિકારીના ફોટા વાયરલ થયા હતા. એ લોકો એક બર્થ ડે પાર્ટીમાં ગયા હતા. હજુ અન્ય IPS અને IAS અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવશે.'

પેટ્રોલ પંપથી મોટા પ્રમાણમાં જથ્થો લવાતો હતો

સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'પેટ્રોલ-ડિઝલનો જથ્થો હતો તેવું પરસેપ્શન છે. ત્યાં આગળ રેઝીન લાવતા હતા. પુરાવા મળ્યા છે અને પેટ્રોલ પંપ પર તપાસ કરી છે. 30 લીટરથી વધુ જથ્થો રાખવો હોય તો લાઈસન્સ જોઈએ.'

(ઈનપુટ : દુર્ગેશ મહેતા, ગાંધીનગર)

    follow whatsapp